GSTV

સુપર ગૃહમંત્રી/ ભાજપના કદાવર નેતાએ 10 પોલીસ કોન્સ્ટેબલોની બદલીની કરી ભલામણ, કયા પોલીસકર્મીને ક્યાં મૂકવો એ પણ દબાણ કર્યું

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી ફરી વિવાદમાં સપડાયા છે . કચ્છ સહિતના વિસ્તારમાં ફરજ બજાવતાં ચૌધરી સમુદાયના 10 પોલીસ કોન્સ્ટેબલોની બનાસકાંઠા વિસ્તારમાં બદલી કરવા શંકર ચૌધરીએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ભલામણ પત્ર લખ્યો છે જે સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં, પોલીસ બેડા ઉપરાંત રાજકારણીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. નવાઇની વાત તો એછેકે, શંકર ચૌધરીએ ખુદ કયા પોલીસ ર્ક્મચારીની કયાં બદલી કરવી તે ભલામણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

બદલી

સામાન્ય રીતે ધારાસભ્યો,પૂર્વ મંત્રી,ભાજપના ધારાસભ્યો પોલીસ,પંચાયત સહિત વિવિધ વિભાગના કર્મચારીઓની બદલીઓ માટે જે તે વિભાગના મંત્રીઓને લેખિતમાં ભલામણ કરતાં હોય છે પણ પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ તો જાતે જ જાણે બદલી કરવાનો આદેશ કરવાનો હોય તે રીતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ભલામણ પત્ર લખ્યો છે.

ત્રણ મહિલા કોન્સ્ટેબલ, એક હવાલદાર, ત્રણ લોકરક્ષક, એક અનાર્મ લોકરક્ષક અને અન્ય પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવા શંકર ચૈાધરીએ ભલામણ કરી હતી. અમૂલ ડેરી,બનાસ ડેરીના લોગો સાથે પૂર્વ આરોગ્ય મંત્રી શંક ચૌધરીએ ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજાને કરેલા ભલામણ પત્રમાં ભરૂચ, કચ્છ, નર્મદા , વડોદરા , રાજકોટ અને છોટા ઉદેપુરમાં ફરજ બજાવતાં માત્ર ચૌધરી સમુદાયના દસ પોલીસ કર્મચારીઓને માત્ર બનાસકાંઠામાં બદલી કરવા જણાવ્યુ છે.

ભલામણ પત્રમાં શંકર ચૌધરીએ ખુદ જ નક્કી કરી લીધું છે કે, કયા પોલીસ કર્મચારીની કયાં બદલી કરવી. જેમ કે,મહિલા કોન્સ્ટેબલોને બનાસકાંઠા જિલ્લામાં કોઇપણ પોલીસ સ્ટેશનમાં બદલી કરવા જણાવાયું છે જયારે  કચ્છમાં મુંદ્દા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લક્ષ્મીબેન ચૈાધરીને ગાંધીનગરમાં આઇબીમાં મૂકવા અને હવાલદાર રંગનાથ પટેલને બનાસકાંઠા જિલ્લા જેલમાં મૂકવા ભલામણ કરાઇ છે.

સવાલ એ સર્જાયો છેકે, શું ગૃહ વિભાગ પણ પૂર્વ મંત્રીઓની ડિમાન્ડ મુજબ બદલીઓ કરતું હશે. હાલમાં શંકર ચૌધરીનો ભલામણ પત્ર સોશિયલ મિડીયામાં ભલામણ હોય તો આવી ના સૂત્ર સાથે વાયરલ થઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!