શનિવારનો દિવસ વિશેષરૂપે શનિદેવની કૃપા મેળવવા ખૂબ જ ફળદાયી
માનવામાં આવે છે. શનિવારના દિવસે કેટલાક અચૂક ઉપાય છે જેનાથી શનિ શાંત રહે છે.
શનિદેવ એક
એવા દેવતા છે, જેની ખરાબ
નજર જેના પર પડી જાય તેના જીવનમાં મુશ્કેલીઓ બહુ આવે છે, એવી મુશ્કેલી કે જેનો કોઈ તોડ પણ
ન હોય.
એટલા માટે શનિભક્ત તેમને પ્રસન્ન કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરતા હોય છે. પરંતુ અહીં કેટલાંક એવા ઉપાય આપવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે જલ્દીથી શનિદેવને પ્રસન્ન કરી શકો છો અને દરેક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાય
1. દર શનિવારે વાંદરાને કેળું, ગોળ અને ચણા ખવડાવવા
2. રક્તપિત, કમર દર્દ, પેટની સમસ્યા જેવી બીમારી હોય તો શનિકૃપાથી દૂર કરી શકાય છે. પરંતુ ડોકટર પાસે જઈને અચૂક તપાસ કરાવી
3. શનિનું રત્ન નીલમ છે. કેમ કે, તેનો પ્રભાવ જલ્દીથી શરૂ થઈ જાય
છે, એટલાં માટે
તેને ધારણ કરતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ. પરંતુ તેના વિશે કોઈ સારા
જ્યોતિષની સલાહ અચૂકથી લેવી.
– સવારે અને
સાંજે બંને સમયે ભોજનમાં સંચળ અને કાળા મરીના પાઉડરનો ઉપયોગ કરવો
– જો રક્તપિત વારસાગત ન હોય અને શનિના પ્રકોપના કારણથી થયો હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે ઉપચારની સાથે સાથે मंत्र है, ‘ऊं ऐं हीं श्रीं शनैश्चरायः नमः’ આં મત્રંનો જાપ દરરોજ સવારે ઉઠીને કરવો.
– જો શનિની ખરાબ દશા ચાલી રહી હોય તો માંસ અને દારૂનું સેવન ન કરવું.
– શનિવારે સાંજે પીપળાના વૃક્ષ પર હનુમાનજીનું સ્મરણ કરીને સરસવના તેલમાં સિંદૂર નાંખીને અર્પિત કરવું.
Read Also
- ભાવનગર/ માજી સૈનિકોના મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે કલેક્ટરને રજૂઆત
- વાયરલ વીડિયો/ નર્સ દર્દીને વેક્સિન આપતી હોવાનો વીડિયો પાટણમાં થયો વાયરલ
- Pfizer/BioNtech વેક્સિન આપ્યા બાદ પણ 12 હજારથી વધુ લોકો Corona Positive
- મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે યુથ કોંગ્રેસે અમદાવાદ કલેક્ટરને આવેદન આપ્યું
- ભાવનગર/ પત્નીને મરવા માટે મજબૂર કરનારા પતિને કોર્ટે આપી 10 વર્ષની સજા