GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

આજે શનિ જયંતિ : ભૂલથી પણ ન કરતાં આ કામ નહીં તો થઈ જશો કંગાળ

3 જૂન 2019ના રોજ શનિ જયંતી ઉજવાશે. સૂર્ય પુત્ર શનિદેવ તમામ ગ્રહોમાં નિષ્પક્ષ અને ન્યાય કરનાર હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ તે ક્રૂર અને ખતરનાક ગ્રહ તરીકે પણ ઓળખાય છે. શનિ દેવ ખરાબ કાર્ય કરનારથી નારાજ રહે છે અને તેને કઠોર દંડ પણ કરે છે. એવી માન્યતા છે કે શનિ જયંતીના દિવસે શનિદોષથી પીડાતા લોકોએ ખાસ સાવધાન રહેવું જોઈએ. જાતકોએ શનિ જયંતી પર કેટલાક કામ કરવાથી બચવું જોઈએ. આ કામ કરવાથી શનિના પ્રકોપના કારણે વ્યક્તિ કંગાળ થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિને તેના જીવનકાળમાં ત્રણવાર શનિની દશામાંથી પસાર થવું પડે છે. પહેલીવાર શનિ વ્યક્તિ સાથે રમત રમે છે, બીજીવાર તેના જીવનમાં સમસ્યાઓ સર્જે છે અને ત્રીજીવાર તેની સંપત્તિનો નાશ કરે છે. આ જ કારણથી જ્યારે શનિની દશા ચાલતી હોય ત્યારે લોકો તેને શાંત કરવાના ઉપાયો કરતા હોય છે. આ ઉપાયો કરવાની સાથે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે કે આવા જાતકો શનિ જયંતી પર કેટલાક કાર્યો કરવાનું પણ ટાળે. કયા કયા છે આ કાર્યો જાણી લો આજે.

1. શનિ જયંતી ચાંદીના આભૂષણ ખરીદી કોઈને ભેટ આપવા નહીં. આમ કરવાથી કરજમાં વધારો થાય છે.

2. શનિ જયંતી પર સફેદ મોતી ખરીદી અને કોઈને આપવાથી દુર્ઘટનાના યોગ સર્જાય છે. 

3. શનિ જયંતી પર તાંબાના વાસણનું દાન કરવાથી વેપારમાં નુકસાન થાય છે. 

4. ચાંદી, લોઢું કે સ્ટીલની કાતર કે અન્ય ધારદાર વસ્તુ ખરીદવી અને કોઈને આપવી સંબંધ ખરાબ કરે છે.

5. લાલ રંગના કપડાની ખરીદી પણ ટાળવી, આમ કરવાથી સમાજમાં અપમાન થાય છે. 

6. શનિ જયંતી પર સફેદ રંગના નવા વસ્ત્ર ખરીદી તેને દાન કરવાથી પરીવારમાં ક્લેશ વધે છે.

7. શનિ જયંતી પર ચમેલીનું અત્તર ખરીદી અન્યને ભેટ કરશો તો રોગ થવાની શક્યતા છે.

8. શનિ જયંતી પર જૂતા ચપ્પલનું દાન કરવું નહીં.

9. શનિ જયંતી પર કોઈને વિના કારણ પરેશાન ન કરવા, ખોટું બોલવું નહીં.

Read Also

Related posts

દુનિયામાં કોરોના ફેલાવનાર ચીન વાયરસની રસી બનાવવામાં પણ અગ્રેસર, 19 વેક્સિનમાં 8 તો માત્ર ચીનની

Harshad Patel

દેશની પહેલી કોરોના વેક્સિન હ્યુમન ટ્રાયલ માટે થઈ ગઈ તૈયાર, આ નવયુવાન પર થશે તેનો અખતરો

Harshad Patel

મારવા ગયા હતા તીડને પોતાની જાન પર આવી પડી, 16 મજૂરોને નડી ગઈ આ ભૂલ અને થઈ ગયા બેભાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!