GSTV
Home » News » આજે શનિશ્ચરી અમાસ: આ મહાઉપાયથી દૂર થશે તમામ બાધાઓ, બની જશે બગડેલા કામ

આજે શનિશ્ચરી અમાસ: આ મહાઉપાયથી દૂર થશે તમામ બાધાઓ, બની જશે બગડેલા કામ

શાસ્ત્રોમાં શનિને આપણા કર્મ અને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. આપણા સારા અને નરસા કર્મો પાછળ શનિનો જ હાથ હોય છે. શિન દેવવો રંગ શ્યામ વર્ણ છે અને અમાસની રાત પણ કાળી હોય છે તેથી તે શનિને ખૂબ જ પ્રિય છે. આપણા તમામ સારા અને ખરાબ કર્મો પર શનિનું નિયંત્રણ હોવાથી મહત્વ વધી જાય છે. જો શનિ કુંડળીમાં તુલા રાશિ અથવા ઉત્તમ ભાવમાં હોય તો વ્યક્તિને ઘણા ઓછા સમયમાં મોટી સફળતા અપાવે છે. આવા વ્યક્તિને ઓછી ઉંમરમાં જ માન-સન્માનની સાથે સાથે ધનની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ હંમેશા સાચા માર્ગે જ ચાલે છે.

શનિશ્ચરી અમાસે આ રીતે મેળવો શનિની કૃપા

શનિની કૃપા મેળવવા માટે હંમેશા સારા કર્મ કરો અને ખોટા કામથી દૂર રહો.

શનિની કૃપા મેળવવા માટે મજૂર, નિર્ધન વ્યક્તિઓ અને બીમાર લોકોની મદદ કરો.

શનિવારના દિવસે વ્રત કરો અથવા શુદ્ધ અને સાત્વિક ભોજન કરો.

વ્રતમાં દૂધ-ફળ વગેરેનું સેવન કરી શકાય છે.

અડદની દાળની ખીચડી બનાવીને શનિ દેવને ભોગ ચડાવો.

સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસિયાનાં તેલનો ચાર દિવેટનો દિવો કરો.

પીપળના વૃક્ષની સાત પરિક્રમા કરો.

શનિના મંત્ર ઓમ શં શનિશ્ચરાય નમ:નો જાપ સૂર્યાસ્ત બાદ કરો.

નોકરી તથા સ્વાસ્થ્યની સમસ્યા આ ઉપાયથી દૂર થશે.

શનિને પ્રસન્ન કરવા આ વસ્તુઓનું કરો દાન

શનિને પ્રસન્ન કરવા માટ કાળા વસ્ત્ર, કા તલ, કાળા અડદ, લોખંડના વાસણ, છત્રી, જૂતા, સરસિયાનું તેલ, સરસિયાના તેલમાં બનેલુ ભોજન જરૂરિયાતમંદ લોકોને સાંજના સમયે દાન કરો.

Read Also

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!