GSTV
Home » News » ”કોચ પદ માટે BCCIને હું મોંઘો પડીશ”- શેન વૉર્ન

”કોચ પદ માટે BCCIને હું મોંઘો પડીશ”- શેન વૉર્ન

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર્નામેન્ટ વચ્ચે સતત અટકળો ચાલી રહી છે ભારતીય ટીમનું આગામી કોચ કોણ બનશે. આ માટે કેટલાય નામ સામે આવ્યા છે. પરંતુ આ વચ્ચે એક બીજુ નામ આવ્યુ છે જે ચર્ચાની બિલ્કુલ બહાર છે અને તે છે ઑસ્ટ્રેલિયાન પૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વૉર્ન. શેન વૉર્નના અનુસાર, તે ખૂબ જ મોંઘો છે, તે માટે BCCI તેને એફોર્ડ નહી કરી શકે.

એક ઇન્ટરવ્યુમાં વૉર્ન કહ્યુ કે, હું ખૂબ જ મોંઘો છુ, કદાચ આ કારણથી તે લોકો મને એફોર્ડ ન પણ કરી શકે. વિરાટ કોહલી અને મારી વચ્ચે સારી દોસ્તી થઇ શકે છે, પરંતુ હું તેમને માટે ખૂબ જ મોંઘો પડીશ. તમને જણાવી દઇએ કે આ પહેલા શેન વૉર્ન IPLની રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન અને મેન્ટર પણ હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઇન્ડિયાનો નવો કોચની પસંદગી કરવામાં આવશે. અનિલ કુંબલેની ટર્મ પૂરી થશે અને આ કોચની લિસ્ટમાં વીરેન્દ્ર સેહવાગ સૌથી આગળ છે. આ વચ્ચે, સેહવાગે BCCIને 2 લાઇનનું CV મોકલ્યુ હતુ ત્યારબાદ બોર્ડ સેહવાગ પાસે ડિટેલ CVની માંગ કરી હતી.

સહેવાગે CVમાં લખ્યુ છે કે, ”ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ટીમ Kings XI Punjabનો મેન્ટર અને કોચ છુ. હાલની ટીમના દરેક પ્લયેર્સની સાથે ક્રિકેટ રમી ચૂક્યો છુ.” સૂત્રોનુસાર સહેવાગે માત્ર 2 લાઇનનું CV મોકલ્યુ છે અને પોતાના એપ્લીકેશનની સાથે કોઇ ફોર્મલ CV અટેચ પણ નથી કર્યુ. જે પછી બોર્ડે તેમની પાસે ડિટેલ CV મંગાવ્યુ છે, ડિટેલ CV આવ્યા પછી તેનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

કોરોના વાયરસનો કહેર ખાડીના દેશમાં પહોંચ્યો, ઈરાનના ઉપરાષ્ટ્રપતિને લાગ્યો ચેપ

Pravin Makwana

સરકાર વિરોધી પ્રવૃતિમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને દેશ છોડવાનો આદેશ

Pravin Makwana

પાઠય પુસ્તક વેપારી મંડળનો દાવો, રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજિત એક કરોડ જેટલા કર્મચારીઓ થશે બેરોજગાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!