GSTV
Home » News » કોહલી શા માટે છે ક્રિકેટની દુનિયામાં સૌકોઇની પહેલી પસંદ, આ છે કારણ

કોહલી શા માટે છે ક્રિકેટની દુનિયામાં સૌકોઇની પહેલી પસંદ, આ છે કારણ

રાજસ્થાન રૉયલ્સને પોતાની કેપ્ટન્લીમા ઇન્ડીયન પ્રિમિયર લીગનો પહેલો ખિતાબ અપાવનાર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ શેન વોર્ને કહ્યું કે તેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ ખૂબ જ પસંદ છે અને તે તેના મોટા પ્રશંસક છે.

તેમણે ભારતીય કેપ્ટન વિશે કહ્યું કે તેને જેમાં વિશઅવાસ છે તેના માટે તે ઉભો રહે છે. વોર્ને કહ્યું કે કિંગ કોહલીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે જે મહેસૂસ કરે છે તેને બોલે છે અને તે ખૂબ જ વાસ્તવિક છે. ક્યારેક મેદાન પર તે થોડો ભાવુક થઇ જાય છે અને આ જ કારણે દુનિયા તેને પસંદ કરે છે. ક્રિકેટની દુનિયા તેને ખૂબ જ પસંદ કરે છે કારણ કે તે ખૂબ જ પ્રામાણિક છે.

સચિ તેંડુલકર અને વિરાટ કોહલીમાંથી ઉમદા કોણ છે તેના જાવબમાં વૉર્ને કહ્યું કે તે પસંદ કરવું અધરૂ છે. કારણ કે બંનેનો સમય અલગ છે. 90ના દશકના બોલરોમાં અને આજના બોલરોમાં ફરક છે. પરંતુ કોહલી આ સમયની ટીમના બેસ્ટ લીડર છે.

ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીએ આ વર્ષે રમાનાર વર્લ્ડ કપ માટે ભારત અને ઇંગ્લેન્ડ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેવામાં ઓસ્ટ્રલિયાની ટીમ વિશે વૉર્ને કહ્યું કે યોગ્ય ટીમની પસંદગી પર બધુ જ આધારિત છે.

તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમે આ સમયે પોતાનું સન્માન પરત મેળવવાની જરૂર છે. વોર્નને ઇન્ડિયન પ્રિમિયર લીગના આગામી સત્ર માટે રાજસ્થાન રૉયલ્સે પોતાની ટીમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ઘોષણા કરી છે.

Read Also

Related posts

કુસ્તીબાજ બજરંગ ફરીથી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યા

Path Shah

યુનિ.ની હોસ્ટેલમાંથી મોબાઈલ ,રોકડ સહિત ૪૦ હજારના નળની ચોરી

Path Shah

પ્રધાનમંત્રી પદની હરાજી થાય તો, મમતા લૂટેલાં પૈસાથી ખરીદી લેતી પદ- PM મોદી

Arohi