GSTV

ઓ બાપ રે! આ દિગ્ગજ ક્રિકેટરનું થયું ઘાતક રોડ એક્સિડેંટ, દુર્ઘટના સમયે દિકરો પણ હતો સાથે

એક્સિડેંટ

Last Updated on November 29, 2021 by Bansari

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને દુનિયાના સૌથી સફળ સ્પિન બોલરોમાંથી એક શેન વોર્ન મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. હકીકતમાં, થોડા સમય પહેલા, વોર્નને તેની બાઇક ચલાવતી વખતે રોડ એક્સિડેંટ થયો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ એક્સિડેંટ બાદ તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે.

વોર્ન સાથે ઘટી દુર્ઘટના

એક રિપોર્ટ મુજબ, શેન વોર્ન આજે સવારે બાઇક રાઇડ પર નીકળ્યો હતો, ત્યારબાદ તેનો એક્સિડેંટ થયો હતો અને હવે તે ઇજાગ્રસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાઇક પરથી પડ્યા બાદ વોર્ન લગભગ 15 મીટર સુધી ઢસડાતો ગયો હતો. અન્ય એક ખરાબ સમાચાર એ છે કે આ દુર્ઘટના સમયે વોર્ન સાથે તેનો પુત્ર પણ હાજર હતો અને તે પણ ઈજાગ્રસ્ત થયા બાદ હવે હોસ્પિટલમાં છે.

એક્સિડેંટ

વોર્નની આવી છે હાલત

એક્સિડેંટ બાદ વોર્ને કહ્યું કે તેને ઘણી ઈજાઓ થઈ છે અને તે પીડામાં પણ છે. વોર્ન કહે છે કે તેને ખૂબ જ ડર છે કે તેણે કદાચ તેનો પગ અથવા હિપ તૂટી ગયો હશે. આથી તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો છે. જો કે, વોર્ન અને તેનો પુત્ર હાલ સુરક્ષિત છે અને કોઈપણ મોટા ખતરામાંથી બહાર છે. વોર્ન આગામી એશિઝ સીરીઝમાં કોમેન્ટેટર તરીકે જોવા મળશે

એક્સિડેંટ

શાનદાર છે ક્રિકેટ રેકોર્ડ

શેન વોર્નની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તે દુનિયાનો બીજો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે. ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં વોર્ને 145 મેચોની 273 ઇનિંગ્સમાં 25.4ની એવરેજથી 708 વિકેટ લીધી છે. તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 37 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. માત્ર શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન પાસે તેના કરતા વધુ વિકેટ છે. જેણે કુલ 800 વિકેટ ઝડપી છે.

Read Also

Related posts

ક્રિપ્ટો કરન્સી બજારમાં મંદીનો તીવ્ર આંચકો, બિટકોઈન 5700 ડોલર તૂટયો બજાર પાંચ મહિનાના તળિયે

Damini Patel

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!