GSTV

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટ્સનનું માનવું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સદાબહાર છે અને હજી તેની ઉંમર પણ થઈ નથી. વોટ્સન 2018થી ચેન્નાઈ માટે રમી રહ્યો છે અને હાલમાં તે ટીમનો મહત્વપૂર્ણ સદસ્ય છે.

વર્લ્ડકપ 2019 સેમીફાઈનલ બાદ ક્રિકેટથી થયો છે અલગ

આ વખતે આઇપીએલનો પ્રારંભ 19મી સપ્ટેમ્બરથી થનારો છે અને ધોની સૌની નજર રહેલી છે. આ સાથે તે 15 મહિના બાદ ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે. ધોની છેલ્લે 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો ત્યાર બાદ તે ક્રિકેટથી અલગ થઈ ગયો છે.

સ્ટમ્પ પાછળતેની સ્કીલની તો સરખામણી ન થઈ શકે

શેન વોટ્સને જણાવ્યું હતું કે ધોનીને આજે પણ રમવાનું પસંદ છે, તે સદાબહાર ક્રિકેટર છે અને મને લાગે છે કે તેની ઉંમર પણ થઈ નથી. તે હંમેશાં પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે અને તેની ઉપર મહેનત કરી રહ્યો છે. સ્ટમ્પ પાછળની તેની સ્કીલની તો સરખામણી જ થઈ શકે તેમ નથી. હુ તેનો પ્રશંસક છું અને મને ખાતરી છે કે તે રમવાનું જારી રાખશે પછી તે ચેન્નાઈ માટે હોય કે ભારત માટે હોય.

READ ALSO

Related posts

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, જો યોગ્ય તપાસ નહીં થાય તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

Nilesh Jethva

ખેડૂત આંદોલન ન અટક્યું તો આ રાજ્યમાં ભાજપ સરકાર થઈ શકે છે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel

રાજ્યમાં ફરી આંદોલનના એંધાણ : ખેડૂતોએ કહ્યું, કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ થવા નહીં દઈએ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!