યાત્રાધામ શામળાજી મંદિરનો ભક્તો વચ્ચે અનેરો મહિમા છે. કાળિયા ઠાકોરમાં ભક્તોને એટલી શ્રદ્ધા છે કે પોતાની મનોકામના પૂરી થવા પર અથવા તો પોતાની ઇચ્છાથી યથાશક્તિ દાન ભેટ આપતા હોય છે. તેવામાં શામળાજી મંદિરના મુખ્ય દ્વારને નવુ રૂપ આપવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય દ્વારને સોનાથી મઢવામાં આવ્યો છે.
શામળાજી/ કાળિયા ઠાકોરના મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવામાં આવ્યો#GSTVNEWS pic.twitter.com/wf4h1fFrSW
— GSTV (@GSTV_NEWS) May 14, 2022
દ્વારમાં જુદા જુદા અવતારો કંડારાયા
શામળિયાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે. આ દ્વારમાં ભગવાનના વામન, કલકી, નૃસિંહ જેવા જુદા જુદા અવતારો કંડારાયા છે. અમદાવાદના એક દાતા દ્વારા અપાયેલી ભેટમાંથી દ્વાર સોનાથી મઢવામાં આવ્યું છે. અંદાજે ૭ લાખની કિંમતનો સોના મઢિત દ્વાર ફિટ કરાયો છે.
Read Also
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો