યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણજન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ. રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મને હજારો ભક્તોએ વધાવ્યો. વ્હાલના વધામણા કરીને ભક્તોનો હરખ સમાતો નહતો. ભક્તોએ કાળિયા ઠાકોરની જય જય કાર સાથે જન્મોત્સવ ઉજવ્યો. દૂર દૂરથી આવેલા ભક્તોએ પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી. જન્મોત્સવ બાદ ભગવાનને વિશેષ અભિષેક કરીને પારણે ઝુલાવવામાં આવ્યા. અને આરતી કરવામાં આવી. ત્યારે કૃષ્ણમય બનેલા ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી. નાદ સાથે ભગવાનને લાડ લડાવવા ઘેલા બન્યા હતા. મહિલા મંડળ દ્વારા ભજન કિર્તન ગાઇને કાન્હાના વધામણા કર્યા હતા.