GSTV

શમીએ બચાવી મેચ તો રોહિતે જીતાડી સીરીઝ, અનોખા અંદાજમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી છીનવી જીત

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં રમવામાં આવી ત્રીજી ટી-20 મેચની પૂર્ણાહૂતી અત્યંત રોમાંચક અંદાજમાં થઈ હતી. બુધવારે સેડેન પાર્કમાં રમાયેલી સીરીઝની ત્રીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવીને ઈતિહાસ રચ્યો છે. પાંચ મેચોની ટી-20 સીરીઝમાં ભારતે સતત ત્રણ મેચ જીતીને પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં ટી-20 સીરીઝ પોતાના નામે કરી લીધી છે. જો કે ભારતીય ટીમ માટે આ મેચમાં જીત એટલી સરળ નહોતી.

મોહમ્મદ શમીની 20મી ઓવર અને સુપર ઓવરમાં રોહિતે સતત બે છગ્ગા ફટકારીને મેચને ભારતની ઝોળીમાં નાખી દીધી. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 20મી એવરમાં નવ રનોની જરૂર હતી. ત્યાર પછી શમી બોલિંગ કરવા આવ્યા, અને તેમની ઓવરની પ્રથમ બોલમાંજ રોસ ટેલરે છગ્ગો ફટકારી દીધો હતો. ત્યાર પછી આટલા વર્ષોનો અનુભવ કામ કરી ગયો, શમીએ છેલ્લા પાંચ બોલમાં ત્રણ આપીને બે વિકેટ ઝડપી હતી. આ કારણે મેચ ટાઈ થઈ અને સુપર ઓવરમાં પહોંચી હતી.

સુપરઓવરમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટીંગ કરતા 17 રન બનાવ્યા અને ભારતની સામે જીત માટે 18 રનનું લક્ષ્ય રાખ્યું હતું. ભારતની તરફથી રાહુલ અને રોહિતે બેટીંગ શરૂ કરી હતી. જોકે ટીમ સાઉદીની શરૂઆતી ચાર ઓવરમાં આઠ રન આવ્યા ત્યાર પછી ભારતને જીત માટે દસ રનોની જરૂરત હતી.

ત્યાર પછી પાંચી બોલ પર રોહિતનો છગ્ગો ભારતની થોડીક આશાઓ જગાવી હતી અને પછી છેલ્લા બોલ પર જ્યારે ભારતને ચારરની જરૂર હતી ત્યારે રોહિતનો જીત વાળો છગ્ગો ફટકાર્યો હતો.

READ ALSO

Related posts

વર્ષ 2039માં જે ઘટના ફરી ઘટશે એ આજે આકાશમાં જોવા મળશે, જોવાનું ભૂલથી પણ ના ભૂલતા

Mansi Patel

સ્ટ્રોક: ફુવારાથી સીધા ન્હાવાની આદત હોય તો ધ્યાન રાખજો, ડાયરેક્ટ માથા પર પાણી નાંખવાથી પણ વધે છે સ્ટ્રોકનું જોખમ

Ankita Trada

ઉધ્ધવ ઉર્મિલા માતોંડકર પર કેમ મહેરબાન થઈ ગયા?, શિવસેનાનો આ છે પ્લાન

Karan
Do NOT follow this link or you will be banned from the site!