GSTV
Home » News » જૈશના કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈકથી આ નેતા નાખુશ, દાવાઓ પર ઉઠાવ્યા સાવ આવા સવાલો

જૈશના કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈકથી આ નેતા નાખુશ, દાવાઓ પર ઉઠાવ્યા સાવ આવા સવાલો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે, ભારતીય હવાઇ દળે પી.ઓ.કે.માં ઘુસીને જૈશના ઠેકાણા પર હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ ત્રણ વાગ્યે 12 મિરાજ-2000 વિમાનોએ બાલાકોટમાં આતંકવાદીઓના મોટા ઠેકાણા પર હુમલો કર્યો અને તેનો સંપૂર્ણપણે નાશ કર્યો. જ્યાં પક્ષના નેતાઓ અને વિપક્ષી નેતાઓ સરકાર અને ભારતીય હવાઇ દળની પ્રશંસા કરી રહ્યાં છે. ત્યાંજ કેટલાક નેતાઓ એવા પણ છે જેમણે સર્જિકલ સ્ટ્રાઈકના દાવા પર શંકા વ્યક્ત કરી છે.

સપાના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન પંડિત સિંહે એરફોર્સની કાર્યવાહીને ખોટી હોવાનું જણાવ્યું હતું. જો કે, તેમના પક્ષના પ્રમુખે સેનાની આ કાર્યવાહી માટે શુભેચ્છા પાઠવી છે પરંતુ પંડિત સિંહે કહ્યું કે ભાજપ જૂઠાણું બોલવા વાળાની પાર્ટી છે.

સિંહે એવો દાવો કર્યો હતો કે ભાજપે પાકિસ્તાન સાથે વાત કરી હતી અને ખાલી ઘર પર બોમ્બ ફેંકી દીધા હતા. સર્જિકલ સ્ટ્રાઈકમાં કોઈ આતંકવાદીનું મોત નથી નીપજ્યું. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ પ્રધાન મહેબુબા મુફ્તીએ ટ્વીટ કરી હતી કે IAFના હુમલા બાદ, ટ્વિટર અને ન્યૂઝ ચેનલો પર યુદ્ધ જેવી પરિસ્થિતિ છે.

આમાના મોટાભાગના લોકો અજ્ઞાની છે જેમણે તેમા મગજ દોડાવ્યા વગર જ તેને ફેલાવવાનું શરૂ કરી દીધુ છે. મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે આખરે શિક્ષિત લોકો યુદ્ધની સંભાવના પર ખુશ કઈ રીતે થઈ શકે છે.

ભૂતપૂર્વ આઈ.એ.એસ. અધિકારી અને તાજેતરમાં જ, રાજકારણમાં જોડાયેલા શાહ ફૈઝલએ ટ્વીટ કરી કહ્યું કે, “જે લોકો કાલે આ હુમલાને લઈને વિલાપ કરી રહ્યા હતા તે આજે હિંસાના ચીયરલીડર્સ કઈ રીતે બની શકે છે? આ માનવતાના દરેક મુલ્યોના વિરુદ્ધ છે.”

ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી હતી કે, “ભારતીય હવાઇ દળ દ્વારા જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર હુમલોએ એક સંપૂર્ણપણે નવી રમત છે.”

આ પહેલી વખત છે કે શાંતિના સમયગાળા દરમિયાન પડોશી દેશોમાં આતંકવાદીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બાલકોટ હુમલાના સાથે જ આપણે એક નવા ઉદાહરણ પર પહોંચી ગયા છીએ.

Read Also

Related posts

આતંકવાદ મુદ્દે UNમાં ભારતનો પાક.ને સણસણતો જવાબ, હિંદુ અને બૌદ્ધોની હત્યા થઈ ત્યારે કેમ સવાલ ન ઉઠ્યો ?

Mayur

ભારતમાં ભાગલા જેવી સ્થિતિ બની ગઈ છે, CAA મુદ્દે બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચા

Mayur

‘તને તો હું પ્રેમ કરૂ છું, તારી સાથે જ લગ્ન કરીશ’ કહી સંબંધ બાંધવો તે પણ રેપ જ ગણાશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!