GSTV

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

ભારતીય રેલવેનાં ઇતિહાસમાં આવું કદાચ સૌપ્રથમ બન્યું છે કે જ્યારે રેલવેને ટિકિટ બુકિંગથી થયેલી કમાણીથી વધુ પૈસા યાત્રિકોને રિફંડ કર્યા છે, કોવિડ-19 સંકટથી પ્રભાવિત ચાલું નાણાકિય વર્ષનાં પહેલા ત્રિમાસિકમાં રેલવેનાં પેસેન્જર ટ્રેનોથી કમાણીમાં 1066 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ બાબતની માહિતી એક આરટીઆઇ દ્વારા જાણવા મળી છે, આ આરટીઆઇ મધ્યપ્રદેશનાં ચંદ્રશેખર ગૌરે કરી હતી.

RTIમાં સામે આવી માહિતી

આ આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર, એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં રેલ્વે પેસેન્જર કેટેગરીની આવક નકારાત્મક રહી છે. તો, નૂરમાંથી થતી આવક તેના સ્તરે રહી હતી. કોરોના વાયરસ સંક્રમણનાં કારણે ટ્રેનો રદ થવાથી અને મુસાફરી પ્રતિબંધથી ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં સામાન્ય પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, રેલવે મુસાફરોને એપ્રિલમાં રૂ 531.12 કરોડ, મે મહિનામાં રૂ. 145.24 કરોડ અને જૂનમાં 390.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આટલા કરોડનું કર્યું નુકશાન

રેલ્વે પ્રવક્તા ડી.જે. નારાયણે પીટીઆઈને જણાવ્યું કે આ નુકસાનની રકમ તેમની આવક કરતા વધુ લોકોને રેલ્વેના રિફંડ કરવાના આંકડા જોતા જણાય છે. ગયા વર્ષે રેલવેએ એપ્રિલમાં 4,345 કરોડ રૂપિયા, મેમાં 4,463 કરોડ અને જૂનમાં રૂ 4,589 કરોડની આવક કરી હતી. રેલવેએ જણાવ્યું કે રોગચાળાને કારણે રેલવેને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. જો કે, આ સમયગાળા દરમિયાન, તેના નૂરમાંથી આવક જળવાઈ રહી. રેલવેએ એપ્રિલમાં નૂરમાંથી રૂ. 5,744 કરોડ, મે મહિનામાં રૂ. 7,289 કરોડ અને જૂનમાં રૂ .8,706 કરોડનું ઉત્પાદન કર્યું છે.

લોકડાઉન દરમયાન રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવી

નાણાકિય વર્ષ 2019-20માં રેલવેએ એપ્રિલમાં 9,331 કરોડ રૂપિયા, મેમાં 10,032 કરોડ રૂપિયા અને જુનમાં 9,702 કરોડ રૂપિયાની આવક થઇ હતી. રેલવેએ કહ્યું કે લોકડાઉન દરમિયાન પ્રવાસી મજુરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવા માટે રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી, તેનાથી રેલવેને લગભગ 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

Related posts

નશાખોર ડ્રાઈવરે પોલીસને 100 કિ.મી. દોડાવી, 7 બેરીકેટ તોડીને ટ્રક લઈને ભાગતો રહ્યો, કારણ જાણીને ચોંકી જશો

Dilip Patel

પક્ષાંતર વાળી 22 બેઠકો જીતવા મામાનો માસ્ટરપ્લાન : 22 લાખ ખેડૂતો માટે ફાયદાવાળી જાહેર કરી દીધી આ યોજના

Dilip Patel

કામના સમાચાર/ મફતમાં ગેસ સિલિન્ડર યોજનાને 11 દિવસ જ બાકી, 8 કરોડ લોકોએ લીધો લાભ તમે બાકી હોય તો આ રીતે કરાવો નોંધણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!