GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

શરમ કરો! ઊંઝા ઉમિયાધામ મંદિરના નિર્માણ માટે ભાજપ સરકારે 1500 કરોડ આપ્યા, પાટીદારોમાં ભારે રોષ

આ લોકો પાછા વળે તો સારું…. સોશિયલ મીડિયામાં ભાજપે ફોટોગ્રાફ અપલોડ કરતાં જ વાયરલ થયો છે. જશ લેવામાં તો ભાજપ નંબર વન એ આ પોસ્ટ સાબિત કરે છે. 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે. આ માટે પાટીદારો ભેગા થઈને આ મંદિરનું નિર્માણ કરી રહ્યાં છે. આજે ભાજપે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરના નિર્માણ માટે 1500 કરોડ રૂપિયા મંદિર માટે આપવામાં આવ્યા હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું છે. એ મામલે પાટીદાર યુવાનોમાં જોરદાર રોષ વ્યાપ્યો છે.

ઇતિહાસના પાનેથી મળતી માહિતી પ્રમાણે આ મંદિરનું ઈ.સ. 156 સંવત 212 માં રાજા વ્રજપાલ સિંહજીએ નિર્માણ કરાવ્યું હતું, ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા આ મંદિરમાં નિત્ય સેવા પૂજા કરાવવામાં આવી રહી છે.

ઇ.વિ. સંવત 1122/24માં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. તો હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષશાયી ભગવાનની જગ્યા છે, ત્યાં તે મંદિર હતું. મોલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવી રહ્યું છે. વિ. સંવત 1943 અથવા તો હાલમાં જે મંદિર જોવા મળે છે, તે પ્રારંભમાં 1887માં શ્રી રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું હોવાનું ઇતિહાસ બતાવી રહ્યો છે. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે પણ ફાળો આપ્યો હતો. હાલના મંદિરનું વાસ્તુ પૂજન 6 ફેબ્રુઆરી 1887ના રોજ યોજાયું હતું તો આ મંદિર માટે ભાજપે ક્યાંથી 1500 કરોડનો ફાળો આપ્યો એ સૌથી મોટો સવાલ છે. આ મામલે મોટો વિવાદ થાય તેવી સંભાવના છે.

1887માં ભાજપ હતી અને પીએમ મોદીના નેતૃત્વમાં ઊંઝામાં મા ઉમિયાધામના નિર્માણમાં સરકારે 1500 કરોડ રૂપિયા આપ્યા હતા. કદાચ આ પાટીદારો ભૂલી ગયા હોય તો સરકારે યાદ દેવડાવ્યું છે કે અમે મંદિરના નિર્માણ માટે 1500 કરોડ રૂપિયા આપ્યા એ ભૂલતા નહીં, ચૂંટમી ટાણે વોટ તો તમારે અમને જ આપવાના છે. ભાજપ જશ લેવામાં તો કોઈને પહોંચી નહીં. બીજેપીના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરાઈ છે કે ઊંઝાના ઉમિયાધામના મંદિરના નિર્માણ માટે પીએમ મોદીજીના નેતૃત્વમાં ધાર્મિક સ્થળોનો વિકાસ થાય એ માટે મંદિરોને રૂપિયાની ફાળવણી કરાઈ છે. ખરેખર તો 1500 કરોડ રૂપિયાના ખર્ચે 74 હજાર ચોરસ વાર જમીન પર મા ઉમિયાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે. એમાં સમગ્ર ખર્ચ પાટીદારો ભોગવી રહ્યાં છે. એ ભવ્યાતિભવ્ય મંદિર માટે પાટીદાર સમાજ એક થયો છે.

Related posts

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah

રાજ્યના બિલ્ડર્સ અને ડેવલોપર્સને બખ્ખાં જ બખ્ખા! રાજ્ય સરકારે GDCRના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા, જાણો શું થશે ફાયદો

pratikshah

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના કરૂણ મોત, અનેક ઘાયલ

pratikshah
GSTV