GSTV

અગ્નિકાંડને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુઃખદ ગણાવી, સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ

અમદાવાદના અગ્નિકાંડને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુઃખદ ગણાવી સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગણી કરી છે. શક્તિસિંહે જણાવ્યું કે આ સ્પષ્ટપણે ગુનાહિત બેદરકારી છે. જો હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હોત તો આવી કરૂણાંતિકા ન સર્જાઇ હોત..રાજ્ય સરકાર ઘટના પાછળ જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગણી પણ શક્તિસિંહે કરી.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની હતી .આ  હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી..આઈસીયુમાં લાગેલી આગમાં કોરોનાના આઠ દર્દીના મોત થયા.. જેમા પાંચ પુરૂષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થયા છે. તો વળી આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એસવીપીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  કોરોનાની મહામારીના કારણે શ્રેય હોસ્પિટલને કોવિડ-19 જાહેર કરાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે આઈસીયુમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. તો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આઈસીયુમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગની ઘટનામાં મૃત્ય પામેલા લોકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.   તો વળી ઘટના અંગેની જાણ થતા અમદાવાદના મેયર બીજલબહેન પટેલ અને કોર્પોરેટર અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ કંપનીઓએ લગાવી બોલી, જાણો કઈ કંપની છે રેસમાં

Mansi Patel

અમદાવાદ/ રેલ્વે મંડળની DRM ઓફિસમાં કોરોના વિસ્ફોટ, રેપિડ ટેસ્ટ દરમ્યાન એક બે નહી આટલા કર્મચારીઓ આવ્યા પોઝિટીવ- તંત્રે લીધો મહત્વનો નિર્ણય

pratik shah

IPL 2020: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ લાચાર, મેચ નિરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!