GSTV

વિચારણા / ટૂંક સમયમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શક્યતા, આ બે દિગ્ગજ નેતાઓના નામ ટોચ પર

congress-president-name-news

Last Updated on October 18, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં મૃતપ્રાય બનેલી કોંગ્રેસને પુન: બેઠી કરવા કોને સુકાન સોંપવું તે મામલે હાઇકમાન્ડે વિચારણા હાથ ધરી છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની નિમણૂંકને પ્રભારી ડો. રઘુ શર્માએ હાઇકમાન્ડ સાથે ચર્ચા હતી.

shaktisinh gohil

સિનિયર નેતામાં શક્તિસિંહ ગોહિલનું નામ ટોપ પર

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે જો સિનિયર નેતાની પસંદગી કરાય તો શક્તિસિંહ ગોહિલનું નામ ટોપ પર છે જ્યારે નવા- યુવા ચહેરાને તક અપાશે તો હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના છે. ગુજરાતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણી લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે હજુ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતાના ય ઠેકાણાં નથી.

આ સંજોગોમાં નવા પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્માએ વર્કિગ કમિટીની બેઠક બાદ હાઇકમાન્ડને ધારાસભ્યોએ આપેલા અભિપ્રાય સાથે એક રિપોર્ટ સોંપ્યો હતો. હવે હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોને બનાવવા તે અંગે આખરી નિર્ણય લેશે. સૂત્રોના મતે, ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

HARDIK PATEL

આ જોતાં હાઇકમાન્ડ પ્રદેશ નેતાગીરીથી ખફા છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને અંધારામાં રાખીને કરાયેલાં સર્વે બાદ હવે હાઇકમાન્ડ એક પણ સિનિયર નેતાને પ્રદેશ કોંગ્રેસનું સુકાન સોંપવાના મતમાં નથી. નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ જારી છે ત્યારે કોંગ્રેસમાં નેતાગીરીનો શૂન્યાવકાશ જેવી દશા છે.

ધારાસભ્યોની રજૂઆત છેકે,યુવા નેતા સિનિયર અને જુનિયરોને સાથે રાખી સંગઠનને મજબૂત બનાવી શકે નહીં જેથી સિનિયર નેતાઓમાંથી પસંદગી કરવી જોઇએ. આ જોતાં સિનિયર નંતાઓમાં શક્તિસિંહ ગોહિલનું નામ પ્રથમ ક્રમાંકે છે જ્યારે યુવા ચહેરામાં હાર્દિક પટેલ હાઇકમાન્ડની પહેલી પસંદગી બની શકે છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!