GSTV
Home » News » નાગરિકતા સંશોધન કાયદામાં ફસાયા શક્તિમાન, વીડિયો થયો વાયરલ

નાગરિકતા સંશોધન કાયદામાં ફસાયા શક્તિમાન, વીડિયો થયો વાયરલ

આજે દેશભરમાં સીએએ અને એનસીઆરને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ દેશ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ મોટી સંખ્યામાં તેનું સમર્થન કરી રહ્યાં છે અને તેને દેશહિત માટે હોવાનું સાબિત કરી રહ્યાં છે. પાનના ગલ્લા-શેરીના નાકાથી લઇને સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ તેની જ ચર્ચા ચાલી રહી છે.

દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નાગરિકતા કાયદાની ચંગુલમાં ફસાયેલા શક્તિમાનને બતાવામાં આવ્યાં છે. આ વિડિયોના માધ્યમથી મજાકીય અંદાજમાં બતાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે શક્તિમાનને પહેલાથી એનઆરસીના અણાસાર આવી ગયા હતા.

વિડિયોમાં પોલીસ શક્તિમાનને પોલીસ પકડી લે છે અને તેમને સવાલ કરે છે ત્યારે અન્ય અધિકારીઓ પણ ત્યાં આવી જાય છે અને તેમનું લાયસન્સ અને અન્ય સરકારી ઓળખ પત્ર, ઇન્કમ ટેક્સ વગેરેની માહિતી માગે છે. એટલામાં એક હવાલદાર ત્યાં આવી જાય છે અને શક્તિમાનન તેમનું જન્મનું પ્રમાણ પત્ર પણ માંગવા લાગે છે.

હવાલદાર શક્તિમાનને પુછવા લાગે છે કે ક્યાં શહેરમાં તેમનો જન્મ થયો છે, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ક્યાં છે, 18 વર્ષ પુરા થયા છે કે નહીં, મતદાર યાદીમાં નામ છે કે નહીં. આ બધામાં જ્યારે શક્તિમાન આ બધા ડોક્યુમેન્ટ પુરા નથી પાડી શકતા ત્યારે હવાલદાર તેમને કહે છે કે આ બધા સરકારી દસ્તાવેજ નથી તો આ એરિયામાં શું કરી રહ્યાં છે.

ફેસબુક પર શેર કરવામાં આવેલા આ વિડિયોની સાથે એક કેપ્શન પણ લખવામાં આવ્યું છે #શક્તિમાન પર #NRC લાગુ થશે, નાગરિક સંસોધન કાયકામાં ફસાય ગયા શક્તિમાન. આ વિડિયો પર યુઝર્સ મન મુકીને પોતાના પ્રતિભાવ આપી રહ્યાં છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!