GSTV
Home » News » મિત્રો… શક્તિમાન પાછો આવી રહ્યો છે, જોઈ લો નવો વીડિયો

મિત્રો… શક્તિમાન પાછો આવી રહ્યો છે, જોઈ લો નવો વીડિયો

shaktiman

90ના દાયકામાં જન્મેલા કોઈ પણ બાળકની ફેવરિટ સિરીયલનું નામ એટલે શક્તિમાન. એ દિવસોમાં સુપરહિરો શક્તિમાનના કપડાંથી લઈને શક્તિમાનની જેમ ઉડવા માટેની કવાયત કરવા જતા ઘણા બાળકોના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. એક તબક્કે શક્તિમાન બાળકો માટે સુપરહિરો કરતા જોખમી પૂરવાર વધુ થતો હતો. અલગ અલગ ટાઈપના રાક્ષસો સિરીયલમાં આવે. જે શક્તિમાન સિરીયલની ખાસિયત હતી. જેમાં શક્તિમાન લોકોનો આ દ્રૂષ્ટ આત્માઓથી રક્ષણ કરતો હતો. જે રાક્ષસોને ધરતીની બહાર મોકલી દેતો હતો.

કોઈ વાર અરીસામાં કેદ કરી દેતો હતો, તો કોઈ વાર પોતાની આંગળીથી લેજર લાઈટ કાઢી ભસ્મ કરી દેતો હતો. ખૂન કરવાનું કોઈ કામ તેમાં નહોતું. આખી સિરીયલ સાયન્સ ફિક્શન પર આધારિત હતી. બાળકો માટેની આ સિરીયલમાં છેલ્લે છેલ્લે 15 મિનિટનું એક સેગમેન્ટ જોડવામાં આવ્યું હતું. જેનું નામ હતું છોટી છોટી મગર મોટી બાતે…

આ સિરીયલ પૂરી થઈ ત્યારે એવું લાગતું હતું કે પૂરી જ નથી થઈ. પોતાનું જીવન ખોજતા શક્તિમાન સિરીયલ પર એકાએક પડદો પડી ગયો. જૂના એપિસોડ ફરી ટેલિકાસ્ટ કરી જૂની સીડીને બીજી ચેનલોમાં પણ ઘસવામાં આવી, પણ નવો શક્તિમાન કોઈ દિવસ શરૂ ન થયો.

આર્યમાન નામે મુકેશ ખન્નાને જ લીડ રોલમાં રાખી સ્ટાર વોર્સની માફક કરતબ કરતા સુપરહિરોનો વધુ એક પ્રોગ્રામ શરૂ થયો હતો. પણ એ સિરીયલ ચાલી નહીં. છેલ્લે છેલ્લે કાર્ટુનના સ્વરૂપે પણ શક્તિમાનનું પુનરાગમન થયું હતું. હવે ફરી શક્તિમાન રૂપેરી પડદે પરત ફરી રહ્યો છે. પણ પૂરો નહીં. સૉરી શક્તિમાન જેટલો જ ભાગ. જે વાતની જાણકારી ખુદ મુકેશ ખન્નાએ પોતાના યુટ્યુબ ચેનલ પર આપી છે. એક શક્તિમાનની રૂપે અને બીજો ગંગાધરના રૂપે. વીડિયો તમે પોતે જ જોઈ લો.

શક્તિમાન સીરિયલની ખાસિયત એ હતી કે જે વસ્તુ નોર્મલ માણસ ન કરી શકે તે આ સિરીયલનો સામાન્ય માણસ કરી બતાવતો હતો. માની લો કે ઈલેક્ટ્રિકમાં કોઈ વ્યક્તિ ફસાઈ જાય તો તે ઈલેક્ટ્રિક મેન બની જતો હતો. વીજળી ટ્રાન્સફર કરી દેતો હતો. ડૉ. જેકલના પરાક્રમોને કારણે રાક્ષસો આવતા રહેતા હતા. થોડા સ્ટોકમાં તમ્રાજ કિલ્વિશ રાક્ષસોની ફોજ મોકલ્યા કરતો હતો.

ગંગાધાર વિદ્યાધર ઓમપ્રકાશ શાશ્ત્રીના નામ ફોટોગ્રાફર કમ પત્રકાર બનીને રહેતો શક્તિમાન તેની પર્સનલ લાઈફમાં થોડો ઘણો સુપરમેનની યાદ અપાવતો હતો. જેમાં ગીતા વિશ્વાસ તેની સહકર્મચારી હતી. એવી ઘણી વસ્તુઓ આ સિરીયલમાં હતી. જે સ્પાઈડર મેન કોમિક જેવી પણ લાગતી હતી. કોમિક તો કોઈ બાળકો નહોતા વાંચતા, પણ શક્તિમાન જોનારો વર્ગ હતો. પણ હવે શક્તિમાન પાછો આવી રહ્યો છે. જ્ઞાનની વાતો લઈને.

READ ALSO

Related posts

3 હજાર સ્કૂટીનું ચાલાન કપાયું તો જુનિયર એન્જિનિયરે એવું ભેજુ દોડાવ્યું કે પોલીસ દોડતી થઇ ગઇ

Bansari

TVની આ સંસ્કારી બહુનો બોલ્ડ અવતાર જોતા રહી જશો , ઇન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે એક્ટ્રેસનો કાતિલ અંદાજ

Bansari

120 દિવસ સુધી ફ્રીમાં જુઓ TV: આ DTH કંપનીઓ લાવી શાનદાર ડીલ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!