GSTV

બાળકોનું પ્રિય કેરેક્ટર શક્તિમાન માસ્ક પહેરીને દેખાયો, ફેન્સને ટૂંક સમયમાં મળશે મોટું સરપ્રાઈઝ

Last Updated on June 18, 2020 by Mansi Patel

કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં તો રાહત મળી રહી છે પરંતુ ટીવી પર નવી સિરિયલ આવતી નથી કે ફિલ્મોના શૂટિંગ અટકી ગયા હોવાને કારણે દર્શકો સિરિયલના નવા એપિસોડની રાહ જોઈ રહ્યા છે. એવામાં એક્ટર મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર એક સંકેત આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે શક્તિમાનના અવતારમાં છે પરંતુ તેમાં એક ટ્વિસ્ટ પણ છે કેમ કે શક્તિમાને માસ્ક પહેરેલો છે.

શક્તિમાનની સાથે એક અન્ય વ્યક્તિ પણ છે અને તેણે પણ માસ્ક પહેર્યો છે. મુકેશ ખન્નાએ ફોટો શેર કરીને તેની સાથે કેપ્શનમાં લખ્યું છે મારી ભીષ્મ ઇન્ટરનેશનલ યૂટયૂબ ચેનલ પર કાંઇક નવું આવી રહ્યું છે. તેની રાહ જૂઓ અને તમે જાતે જ જાણી લો. આ પોસ્ટ જારી કરાયા બાદ ફેન્સમાં ઉત્સુકતા વધી ગઈ છે. તેઓ વિવિધ અટકળો કરી રહ્યા છે. મુકેશ ખન્નાની આ પોસ્ટ પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

READ ALSO

Related posts

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta

અસાધારણ/ દુનિયામાં માત્ર ભારતમાં જોવા મળતું એકમાત્ર ફૂલ ખિલ્યું : 12 વર્ષે ફરીવાર ખીલશે એટલે જોવાનો ન ચૂકતા મોકો

Vishvesh Dave

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!