GSTV
Gujarat Government Advertisement

Yes Bank ના ખાતાધારકો માટે આવી ખુશખબર, બેન્કે ટ્વીટ કરી આપી આ જાણકારી

yes bank

Last Updated on March 16, 2020 by

મુશ્કેલીમાં મુકાયેલી યસ બેન્કના ગ્રાહકો માટે સૌથી મોટી ખુશખબર એ છે કે, બુધવારે સાંજથી બેંકની તમામ સેવાઓનો ઉપયોગ કરી શકશે. કટોકટીનો સામનો કરી રહેલી યસ બેન્કે ખાનગી ક્ષેત્રની સાત બેન્કને 1,000 કરોડ ઈક્વિટી શેરની ફાળવણી કરતા અને સરકાર હસ્તકની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા આ માટે રૂપિયા 10,000 કરોડના રોકાણ માટે વિચારણાના અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારમાં યસ બેન્કના શેરમાં સોમવારે આશરે 50 ટકાનો ઉછાળો આવ્યો હતો. યસ બેન્કમાં 100 અથવા વધારે શેર ધરાવનારાને ત્રણ વર્ષ માટે તેમના રોકાણના 75 ટકા લોક-ઈન સરકાર દ્વારા લાદવામાં આવી છે.

50 હજાર સુધીની ઉપાડની મર્યાદા લાદવામાં આવી હતી

બેંકના ગ્રાહકો માટે ખાતામાંથી 3 એપ્રિલ સુધી રૂપિયા 50 હજાર સુધીની ઉપાડની મર્યાદા લાદવામાં આવી હતી. યસ બેંકે એક ટવીટ જારી કરીને કહ્યું છે કે, “અમે અમારી બધી બેંકિંગ સેવાઓ બુધવારે, 18 માર્ચ 2020 ના રોજ સાંજથી 6 વાગ્યાથી શરૂ કરીશું. બેન્કિંગ સેવાઓ શરૂ થયા પછી, 19 માર્ચ 2020 ના રોજ તમે દેશભરમાં ફેલાયેલી અમારી 1,132 શાખાઓમાંથી જઈને” તમે શાખાની મુલાકાત પણ લઈ શકો છો અને અમારી સેવાઓ મેળવી શકો છો.

સરકારે પુનર્ગઠન યોજનાને મંજૂરી આપી દીધી

મુશ્કેલીમાં મુકાયેલી બેંકને ફરી બેઠી કરવા માટે સરકારે પુનર્ગઠન યોજનાને મંજૂરી આપી દીધી છે. સરકારના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “સરકાર દ્વારા પુન : સંગઠિત બેંક માટે અગાઉ જાહેર કરેલા પ્રતિબંધના હુકમ યોજનાના અમલીકરણના ત્રીજા દિવસે 18:00 વાગ્યે સમાપ્ત થશે”. યસ બેન્કને ચાલુ નાણાકીય વર્ષના 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 18,654 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. બેંકને અપાયેલી લોનની વધુ જોગવાઈને કારણે ખાધ વધી છે. એક વર્ષ અગાઉ, બેંકે 2018-19ના સમાન ક્વાર્ટરમાં 1,001.8 કરોડનો નફો નોંધાવ્યો હતો.

ગયા વર્ષે સમાન ગાળામાં બેંકને રૂ. 1000 કરોડનો નફો થયો હતો

યસ બેન્કને પાટા પર લાવવા માટે ખાનગી બેંકો પણ પૈસા આપશે. એક પત્રકાર પરિષદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને કહ્યું હતું કે સ્ટેટ બેન્ક Indiaફ ઇન્ડિયા (એસબીઆઈ) યસ બેન્કમાં 49% હિસ્સો ખરીદશે. એસબીઆઈ 3 વર્ષ સુધી 26 ટકાથી નીચેનો હિસ્સો ઘટાડી શકશે નહીં. આ સિવાય ખાનગી બેંકો પણ તેમાં રોકાણ કરશે. આ ખાનગી ક્ષેત્રની બેંકને હાલમાં ભારતીય રિઝર્વ બેંકના આદેશથી પ્રશાંતકુમાર ચલાવી રહ્યા છે. ગયા વર્ષે સમાન ગાળામાં બેંકને રૂ. 1000 કરોડનો નફો થયો હતો અને સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ .629 કરોડનું નુકસાન થયું હતું. યસ બેન્કની નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને 18.87 ટકા થઈ છે જે અગાઉના ત્રિમાસિક ગાળામાં (સપ્ટેમ્બર) 7.39 ટકા હતી. આ સાથે, બેંકમાં આવશ્યક રૂપે રાખેલી રોકડમાં ઘટાડો થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!