GSTV

શક્તિ મિલ ગેંગરેપ કેસ: બોમ્બે હાઇકોર્ટનો અંતિમ ચુકાદો, દોષીઓને નહીં ચડાવાય ફાંસીના માંચડે

શક્તિ

Last Updated on November 25, 2021 by Bansari

વર્ષ 2013ના શક્તિ મિલ્સ ગેંગ રેપ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે (ગુરુવારે) અંતિમ ચુકાદો આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે ત્રણેય દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. બોમ્બે હાઈકોર્ટે ફાંસીની સજાની મંજૂરી માટે રાજ્ય સરકારની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો. જણાવી દઈએ કે 4 એપ્રિલ 2014ના રોજ મુંબઈ સેશન્સ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી. ત્રણ દોષિતો વિજય જાધવ, કાસિમ બંગાળી અને સલીમ અન્સારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ત્રણેય દોષિતોને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ એસએસ જાધવ અને જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો.

શક્તિ મિલ ગેંગ રેપના બે કેસ

જણાવી દઈએ કે શક્તિ મિલ ગેંગ રેપના 2 કેસ નોંધાયા હતા. ફોટોગ્રાફર જર્નાલિસ્ટ ગેંગ રેપ કેસ અને ટેલિફોન ઓપરેટર ગેંગ રેપ કેસ. ફોટો જર્નાલિસ્ટ કેસમાં 5 દોષિત છે જેમાં 1 સગીર છે. ટેલિફોન ઓપરેટર કેસમાં પણ 5 દોષિત છે જેમાં 1 સગીર છે. બંને કેસમાં ત્રણેય દોષિતો એક જ છે.

શક્તિ

ફોટો જર્નાલિસ્ટ કેસમાં દોષિત

  1. સિરાજ રહેમાન ખાન (આજીવન કેદ)
  2. વિજય મોહન જાધવ (ફાંસી)
  3. મોહમ્મદ સલીમ અંસારી (ફાંસી)
  4. મોહમ્મદ કાસિમ હાફિઝ શેખ ઉર્ફે કાસિમ બંગાળી (ફાંસી)
  5. ચાંદ બાબુ (ગુના સમયે સગીર હતો)

ટેલિફોન ઓપરેટર કેસમાં દોષિત

  1. મોહમ્મદ અશફાક શેખ (આજીવન કેદ)
  2. વિજય મોહન જાધવ (ફાંસી)
  3. મોહમ્મદ સલીમ અંસારી (ફાંસી)
  4. મોહમ્મદ કાસિમ હાફિઝ શેખ ઉર્ફે કાસિમ બંગાળી (ફાંસી)
  5. જાધવ જેજે (ગુના સમયે સગીર હતો)
શક્તિ

તમને જણાવી દઈએ કે ગેંગરેપ કેસમાં મોહમ્મદ કાસિમ હાફિઝ શેખ ઉર્ફે કાસિમ બંગાળી, મોહમ્મદ સલીમ અંસારી અને વિજય મોહન જાધવ બંને દોષિત હતા. ત્રણેયને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે આ ત્રણેયની સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી છે.

શક્તિ મિલ ગેંગરેપ કેસની ટાઇમલાઇન

22 ઓગસ્ટ 2013ના રોજ મહાલક્ષ્મીના શક્તિ મિલ કમ્પાઉન્ડમાં એક મેગેઝીન માટે કામ કરતી મહિલા ફોટો જર્નાલિસ્ટ પર સાંજે લગભગ 6.45 વાગ્યે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 23 ઓગસ્ટ 2013ના રોજ આ કેસમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 24 ઓગસ્ટ 2013ના રોજ બીજા આરોપી વિજય જાધવની ધરપકડ કરવામાં આવી હતી. થોડા કલાકો પછી એ જ દિવસે ત્રીજા આરોપી સિરાજ રહેમાન ઉર્ફે સિર્જુની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 25 ઓગસ્ટ 2013ના રોજ ચોથા આરોપી કાસિમ બંગાળીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચમા અને મુખ્ય કાવતરાખોર મોહમ્મદ સલીમ અંસારીની 25 ઓગસ્ટ 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ 26 ઓગસ્ટ 2013ના રોજ પીડિતા ફોટો જર્નાલિસ્ટનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પીડિતાને 27 ઓગસ્ટ 2013ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 3 સપ્ટેમ્બર 2013ના રોજ વધુ એક પીડિતા સામે આવી. 19 વર્ષીય ટેલિફોન ઓપરેટરે પોલીસને જણાવ્યું હતું કે 31 જુલાઈના રોજ તેની સાથે પાંચ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો, જેમાં ત્રણ પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ 4 સપ્ટેમ્બર 2013ના રોજ પીડિત યુવતીએ આઇડેંટિફિકેશન પરેડમાં આરોપીને ઓળખી કાઢ્યો હતો. આ પછી 19 સપ્ટેમ્બર 2013ના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે લગભગ 600 પેજની ચાર્જશીટ ફાઈલ કરી હતી. 14 ઓક્ટોબર 2013ના રોજ સુનાવણી શરૂ થઈ હતી. 17 ઓક્ટોબર 2013ના રોજ પીડિતાએ કોર્ટમાં આરોપીની ઓળખ કરી હતી. 13 જાન્યુઆરી 2014ના રોજ પીડિતાના સહાયક અને પ્રત્યક્ષદર્શીએ પણ આરોપીને ઓળખી કાઢ્યો હતો. 20 માર્ચ 2014ના રોજ, મુંબઈ સેશન્સ કોર્ટે ચારેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. 4 એપ્રિલ 2014 ના રોજ, ત્રણ રિપીટ ઓફેંડર્સને ફાંસી આપવામાં આવી હતી જ્યારે બાકીના આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!