સેન્સર બોર્ડનો પણ પરસેવો છુટી ગયો, 80 વખત રેપ સીન કરી આ એક્ટરે…

70 અને 80ના દશકની ફિલ્મોમાં રેપ સીનની બહાર આવી હતી. એવુ માનવામાં આવતું હતું કે ફિલ્મ રેપ સીન વગર હિટ ન થઈ શકે. બોલીવુડમાં એવા ઘણા વિલન થઈ ગયા જેમની ભુમિકા ફિલ્મમાં હીરોથી વધુ મોટી હોતી હતી. તેમાથી એક એક્ટર છે શક્તિ કપૂર. તે હિન્દી ફિલ્મોમાં અમરીશ પુરી બાદ સૌથી વધુ પસંદ કરવામાં આવતા વિલન છે. શક્તિ કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં 400થી વઘુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાંથી લગભગ 80થી વધુ ફિલ્મોમાં રેપ સીન કર્યા છે. જેમાંથી પહેલી ફિલ્મ છે….

અંગારે

વર્ષ 1986માં આવેલી ફિલ્મ અંગારેમાં સ્મિતા પાટિલનો રેપ કરવાની કોશિશ કરતા શક્તિ કપૂરને ખૂબ વાહવાહી બટોરી. ફિલ્મમાં સ્મિતા પાટિલની સાથે રાજ બબ્બર પણ લીડ રોલમાં હતા.

ગુમસુમ

વર્ષ 1982માં દયાનંદના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગુમસુમમાં પણ શક્તિ કપૂરનો રેપ સીન ફેમસ થયો. તે ઉપરાંત શક્તિએ ફિલ્મ મેરે આગોશ મેંમાં સૌથી વધુ કોન્ટ્રોવર્શિયલ સીન આપ્યો. આ ફિલ્મમાં તેમણે ટોપ લેસ એક્ટ્રેસ સાથે સીન કર્યો હતો. સેન્સર બોર્ડે ધણા મહિનાઓ સુધી સિનને પાસ ન હતો કર્યો.

ગુંડા

1998માં ઓવી ફિલ્મ રિલીઝ થઈ જેણે માણસની વિચારવાની અને સમજવાની ક્ષમતાને એક નવો પડાવ આપ્યો. ફિલ્મ હતી ગુંડા અને હીરો હતા મિથુન ચક્રવર્તી. ફિલ્મમાં એક એક ધુરંધર કલાકાર હાજર હતા તેમાંથી એક હતા શક્તિ કપુર. આ ફિલ્મમાં પણ રેપ સિન ફિલ્માવવામાં આવ્યો હતો.

મેરા ફેસલા

મેરા ફેસલા ફિલ્મ 1984માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જયા પ્રદાની સાથે સંજય દત્ત મુખ્ય ભુમિકામાં હતા. ફિલ્મના એક સીનમાં જયા પ્રદાની સાથે શક્તિ કપૂરે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter