GSTV
Health & Fitness Life Trending

જો વારંવાર શરીરમાં થાય છે કળતર તો ચેતી જજો, વધી શકે છે આ બીમારીઓનું જોખમ

કેટલીકવાર વધારે સમય સુધી એક સ્થાન પર બેસી રહેવાથી અથવા તો આંખી રાત એક જ બાજુમાં ઉંઘવાથી કે પછી કોઈ ભારે વસ્તુ તમારા શરીર પર સતત રહેવાથી હાથ કે પગ પર ઝણઝણાટ અનુભવાઈ છે. જોકે આ વાત તો સામાન્ય છે પરંતુ આ પ્રક્રિયા તમારી સાથે જો વારંવાર થતી હોય છે તો પછી આ એક ચિંતાનો વિષય બની શકે છે કારણ કે વારંવાર કળતર થવાનું કારણ કોઈ  બીમારી પણ હોય શકે છે અને શરીરની નસને નુકશાન પહોંચાડી શકે છે, તો ચાલો જાણીએ વારંવાર કળતર પાછળના કારણો શું હોઈ શકે છે.

ડાયાબિટિઝ

વારંવાર થતી કળતરના કિસ્સામાં લગભગ 30% કેસમાં કારણ ડાયાબિટિઝ જોવા મળે છે, લગભગ બધા ડાયાબિટિઝ દર્દીઓને વધારે ઓછા પ્રમાણમાં કળતરના લક્ષણ જોવા મળે છે, ડાયાબિટીસના દર્દીઓમાં કળતર પહેલા બન્ને પગમાં અને ત્યાર બાદ હાથમાં જોવા મળે છે. જો કે આવી પરિસ્થિતિમાં તમે થોડી ગલીપચી પણ અનુભવી શકો છો તેમજ એટલો ભાગ સુનો પડી જાય છે. આ બધી પ્રક્રિયા પાછળનું કારણ ડાયાબિટિઝ હોય શકે છે .

વિટામિન્સની ઉણપ

આજની ભાગદોડવાળી લાઈફમાં સૌથી વધારે આપણા શરીરના સ્વાસ્થય પર અસર થાય છે. જો તમારા શરીરમાં વિટામીનની ઉણપ હોય તો પણ તમને વારંવાર કળતરની સમસ્યા થઈ શકે છે, હેલ્ઘી  સ્વાસ્થય માટે શરીરમાં વિટામિન E, B1, B6, B12નું હોવું અનિવાર્ય છે, એટલે વિટામીન્સ યુક્ત ભોજન ગ્રહણ કરવું જોઈએ જે આજકાલની વ્યસ્ત જીવનશૈલીના કારણે બધા ટાળતા હોય છે પરંતુ આવી ભૂલ ન કરવી જોઈએ.

ઈજા

વારંવાર કળતર થવા પાછળનું કારણ તમારા હાથ કે પગમાં કોઈ ઇન્જરી થઈ હોય તેના કારણ પણ હોય શકે છે, જેના કારણે તમારા નસમાં દબાણ થતુ હોવાથી અથવા તો મોટુ નુકશાન થયુ હોય તેના કારણે પણ વારંવાર કળતર આવતી હોય છે. જેના કારણે કળતર થતા તમને દુઃખાવો થવાની સંભાવના હોઈ શકે છે. હાથ અને પગમાં વારંવાર થતી કળતરનો કારણ તમારા શરીરમાં કોઈ મોટો રોગ પણ હોય શકે છે, જેમ કે કિડની ડિસઓર્ડર, લીવર ડિસીઝ, વેસ્ક્યુલર ડેમેજ, બ્લડ ડિસીઝ, વધારે પ્રમાણમાં બળતરા જેવી બીમારીઓ હોય શકે છે, એટલે જો નિયમિતપણે તમને કળતર સમસ્યા થતી રહેતી હોય તો એક વાર બોડીચેકઅપ કરાવું હિતાવહ છે

Also Read

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave
GSTV