વડોદરા જિલ્લાની ડભોઇ બેઠક પર ભાજપના રિપીટ ઉમેદવાર શૈલેશ સોટ્ટા સામે વિરોધ ઉગ્ર બન્યો છે. ડભોઇ બેઠકના છેવાડાના વિસ્તાર રામનાથ ગામના લોકો તો ભાજપનો બહિષ્કાર જ કરવાના છે.

લોકો કહે છે કે અમારા ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્ય શૈલેશ સોટ્ટા એકપણ વખત આવ્યા નથી. કોઇ મુલાકાત લીધી નથી. ગામમાં વિકાસના નામે કશું જ થયું નથી. ખાસતો રોડ માટે વારંવાર રજૂઆતો કરી છે, ધારાસભ્યે કાંઇ કામ કર્યું નથી. છેલ્લે નવરાત્રિનો વાયદો આપ્યો હતો. નવરાત્રિ ગઇ, દિવાળી ગઇ અને લાભ પાંચમ પણ ગઇ. હવે અમે થાક્યા છીએ.
ભાજપની સરકાર વર્ષોથી છે. છેલ્લા ૧૫ વર્ષથી ગ્રામજનો રોડની રાહજૂએ છે. એમાંય છેલ્લાં પાંચ વર્ષમાં તો રોડ પ્રશ્ને વારંવાર કહ્યું છે. અમારા ગામમાં શૈલેશભાઇની ગ્રાન્ટના એક જ વખત દોઢ લાખ મળ્યા છે. બાકી કશું જ ગ્રાન્ટમાં મળ્યું નથી. હવે અમે ધારાસભ્યના વાયદાથી થાક્યા છીએ અને આ વખતે ભાજપનો બહિષ્કાર કરીને ભાજપવાળાને પ્રચાર માટે પણ ગામમાં ઘૂસવા દઇશું નહીં.
કામ કરે એવા કોઇ સારા ઉમેદવારને ચૂંટીને વિધાનસભામાં મોકલવાનું ગ્રમજનોએ નક્કી કર્યું છે. હજી ચાર દિવસ અગાઉ ડભોઇ બેઠકના ભાજપના કાર્યાલયના શુભારંભ પ્રસંગે પણ ભાજપના ખેસધારી કાર્યકરે શૈલેશ સોટ્ટાને ગેસ બોટલના ભાવ કેમ વધાર્યા તે અંગે સીધો જાહેરમાં જ સવાલ કરીને મૂંઝવણમાં મૂકી દીધા હતા.
વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી ડભોઇ બેઠક ઉપર પુનઃ ચૂંટણી લડી રહેલા ભાજપના શૈલેષ મહેતા (સોટ્ટા) એ પ્રચાર દરમિયાન ડભોઇ તાલુકાના મતદારોને ખોટા વચનો અને વાયદો આપવાની શરૃઆત કરી દીધી છે. વર્ષ-૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં શૈલેશ સોટ્ટાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ડભોઇ તાલુકામાં જી.આઇ.ડી.સી. લાવવાનું વચન આપ્યું હતું.
ડભોઇ તાલુકાના યુવાનો અને યુવતીઓને કહ્યું હતું કે તમને હવે ડભોઇમાંજ રોજગારી મળશે, પરંતુ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ડભોઇની જનતાને આપેલું વચન તેમણે પૂરું કર્યું નથી.
૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણી શૈલેશ સોટ્ટા પ્રથમ વખત ડભોઇ બેઠક ઉપર વડોદરાથી ચૂંટણી લડવા માટે ગયા હતા, તે સમયે અનેક વચનો અને વાયદાઓની લહાણી કરી હતી. જી.આઇ.ડી.સી.નું વચન આપતા સ્થાનિક હજારો યુવાનો અને યુવતીઓમાં ઘર આંગણે રોજગારી મળવાની આશા બંધાઇ હતી, પરંતુ, આજે આ આશા ઠગારી નીવડી છે. હાલમાં ડભોઇ તાલુકાના હજારો યુવાનોને રોજગારી માટે વાઘોડિયા, વડોદરા-મકરપુરા, પોર જીઆઇડીસી અને સરદાર એસ્ટેટમાં જવું પડે છે.
ઘણ આંગણે રોજગારી મળશે તેવી આશાએ ડભોઇ તાલુકાના યુવા મતદારોએ સોટ્ટાને જીતાડયા હતા, પરંતુ યુવા મતદારોને આ વખતે સોટ્ટા દ્વારા આપવામાં આવી રહેલા વચનો અન વાયદાઓ ઉપર વિશ્વાસ રહ્યો નથી. સંભવતઃ યુવા મતદારો સોટ્ટાથી દૂર રહે તેમ મનાઇ રહ્યું છે, કેમકે સોટ્ટા ડભોઇમાં જીઆઇડીસી લાવવામાં નિષ્ફળ પુરવાર થયા છે.
- જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ
- તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો
- ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું
- BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?
- ઓડિશામાં રેલવે દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીએ એક દિવસનો રાજકીય શોકની કરી જાહેરાત, ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદ્ઘાટન સમારોહ રદ