GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડનાર ક્રિકેટરને સપનામાં પણ ખ્યાલ નહી હોય આટલી ભૂંડી રીતે થવું પડશે OUT

ક્રિકેટ જેન્ટલમેન ગેમ છે. આ લાઇન તમે ઘણીવાર સાંભળી હશે. ક્રિકેટની વાત આવતાં જ જેન્ટલમેનનો વિચાર તમારા મગજમાં જરૂર સ્ફૂરે. જેન્ટલમેન એટલે કે એવા લોકો જે છળ-કપટથી દૂર હોય. સજ્જન પુરુષ હોય. પરંતુ ઘણીવાર ક્રિકેટના મેદાનની એવી ખબરો સામે આવે છે જેના વિશ્વાસ કરવો ઘણીવાર આપણા માટે મુશ્કેલ થઇ જાય છે કે શું ખરેખર આ જેન્ટલમેન ગેમ છે?

આવી જ એક ખબર લખનઉથી આવી છે. અફઘાનિસ્તાનની ટીમનું હોમગ્રાઉન્ડ આજકાલ લખનઉમાં છે. અફઘાનોની વિરુદ્ધ રમવા આવેલી વેસ્ટઇન્ડીઝે સીરીઝની પહેલી વન ડેમાં યજમાન ટીમને સરળતાથી મ્હાત આપી દીધી. આ મેચમાં પહેલા બેટિંગ કરી અફઘાનિસ્તાને 194 રન બનાવ્યા હતા. જવાબમાં રમવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝે ફક્ત ત્રણ વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધી.

પરંતુ હાર-જીત કરતાં વધુ ચર્ચા મેચ દરમિયાન થયેલા એક રન આઉટની થઇ રહી છે. 27મી ઓવરના ત્રીજા બોલ પર જ્યારે અફઘાનિસ્તાનની ટીમે ફક્ત બે વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. નૉન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલા ઇકરામ અલીખિલ 58ના અંગત સ્કોર પર રમી રહ્યો હતો. રહમત શાહે સિંગલ રન લીધો અને આ સાથે જ તેના 50 રન પણ પૂરા થયાં. ઇકરામ તેને શુભેચ્છા પાઠવવા માટે પોતાની ક્રીઝની બહાર આવ્યો. ત્યારે જ વિન્ડીઝના વિકેટકીપર શે હોપે તેને રન આઉટ કરી દીધો.

ટેકિનિકલી હોપે કંઇ ખોટુ નથી કહ્યુ. બૉલ ડેડ થયો ન હતો અને આ રીતે એકરામે ક્રીઝ છોડવાની ન હતી. નિયમ અનુસાર તે આઉટ હતો. પરંતુ વાત તે જ છે કે તો પછી આ જેન્ટલમેન ગેમ કેવી રીતે છે? એક વાત સ્પષ્ટ હતી કે ઇકરામ, રહેમતને શુભેચ્છા પાઠવવા જઇ રહ્યો હતો. કોઇપણ રીતે તે રન લેવાનો પ્રયાસ કરી રહ્યો ન હતો. તેવામાં તેને એક વૉર્નિંગ તો મળવી જોઇતી હતી.

ઇકરામ અલીખિલ આ વર્ષે પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. વર્લ્ડ કપ દરમિયાન તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. અલીખિલે વેસ્ટઇન્ડીઝ સામે 86 રનની ઇનિંગ રમી હતી. તે વર્લ્ડ કપમાં કોઇપણ ટીનેજરનો હાઇએસ્ટ સ્કોર હતો. પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે 84 રન બનાવ્યાં હતા.

Read Also

Related posts

ડીસાના જેરડા ગામે તળાવમા ન્હાવા પડતા 2 બાળકોના મોત, ગામમા શોકનો માહોલ

Nilesh Jethva

જીસીસીઆઇનો કમિશ્નરને પત્ર, એક કે બે વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત હોય ત્યારે આખું યુનિટ સીલ કરવું નથી યોગ્ય

Nilesh Jethva

હવાથી ફેલાતા કોરોનાથી બચવા બાલ્કનીમાં ઉભા રહેવા અથવા પાર્કમાં ફરવુ કેટલુ સુરક્ષિત !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!