GSTV
Gandhinagar ગુજરાત

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે સાવારે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

અમિત

આ દરમિયાન અમિત શાહે કહ્યુ હતુ કે, દેશભરમાં ગુજરાતન સહકારીતા આંદોલનને એક સફળ મોડલ માનવામાં આવે છે. દેશભરમાં ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં સહકારી વ્યવસ્થા પારદર્શક રીતે ચાલે છે. સ્વાવલંબી અને સ્વદેશી આ બે સ્તંભોના આધાર પર મોરરજી દેસાઈ અને સરદાર પટેલે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીના સમયે જ સહકારી આંદોલનની શરૂઆત કરી હતી. ગુજરાત સહકારિતા વિભાગમાં સફળ મોડેલ છે. સહકારિતાની આત્માને બચાવવામાં ગુજરાતનો મોટો ફાળો છે. સહકારિતા આંદોલનના મુળમાં ‘સ્વાવલંબન અને સ્વદેશી’. હું ખુબ નાની ઉંમરે સહકારિતા આંદોલન સાથે જોડાયો છું. તમામની એક માંગ હતી કે સહકારિતા વિભાગનું અલગ મંત્રાલય બને. શાહે સહકારી ક્ષેત્રને ખાતરી આપી હતી કે કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

કેન્દ્રીય મંત્રી શાહે કહ્યું કે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની લાંબા સમયથી માંગ હતી કે કેન્દ્ર સરકારમાં સહકારી માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે. આના પર ક્રાંતિકારી પગલું ઉઠાવતા પીએમ મોદીએ સહકાર મંત્રાલયની શરૂઆત કરી. બજેટ 2022 માં, જાહેરાત કરવામાં આવી હતી કે 65,000 થી વધુ પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (PACS)ને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) સાથે કેન્દ્ર સરકાર દ્વારા કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવશે.

READ ALSO:

Related posts

વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના

Binas Saiyed

રાજીવ ગુપ્તાની નિવૃત્તિ પછી કેટલાક IAS અધિકારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હવાલો જોઈએ છે

GSTV Web Desk

મંત્રીઓ, નેતાઓનાં બેવડાં વલણ : પારકાં માટે સરકારી પોતાના બાળકો માટે ખાનગી શાળા

Bansari Gohel
GSTV