‘ઝીરો’ ફિલ્મમાં શાહરૂખનું પાત્ર હાંસીને પાત્ર બન્યું, સોશિયલ મીડિયા પર ઉડાવાઇ ખિલ્લી

શાહરૂખ ખાન પોતાની એક ફિલ્મના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. તેની પાછળનું  કારણ છે પિલ્મનું ટાઇટલ. શરાહરૂખનું પાત્ર પણ હાંસીને પાત્ર બન્યું છે. સોશિયલ મીડિયા પર શાહરૂખનું ટ્રોલિંગ શરૂ થઇ ગયુ છે. સોમવારે આ ફિલ્મનાં ટાઇટલ ‘ઝીરો’ની ઘોષણા કરવામાં આવી હતી. તેના પર જ સોશિયલ મીડિયા પર શોહરૂખને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

કોઇએ શાહરૂખને રાજપાલ યાદવ કહ્યો તો કોઇએ કહ્યું કે તેણે પોતાની બાયોપિક માટે પહેલાં રાહુલ ગાંધી પાસેથી રાઇટ્સ ખરીદવા જોઇએ.  એક યુઝરે લખ્યું કે તદેનું નામ ઝીરો છે, તેથી તેમાં સેન્સર બોર્ડ કોઇ ગુણાકાર કે ભાગાકાર નહી કરી શકે.

એક યુઝરે શાહરૂખની તુલના ગેમ્સ ઓફ થ્રોન્સ ટીવી સિરિઝના એક વામન પાત્ર સાથે કરી છે.

દોઢ વર્ષ પછી શાહરૂખની કોઇ ફિલ્મ આવી રહી છે. ડિસેમ્બર 2018માં શાહરૂખની આ ફિલ્મ રિલિઝ થશે. શાહરૂખની અંતિમ ફિલ્મ ‘હેરી મેટ સેજલ’ ઓગસ્ટ 2017માં આવી હતી. આ ફિલ્મ દ્વારા શાહરૂખ પોતાની કારકિર્દીનો સૌથી અલગ રોલ કરવા જઇ રહ્યો છે. શોહરૂખે શનિવારે એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ ફની અંદાજમાં જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter