કિંગખાનને આ સંગઠને આપી ધમકી, ‘જો અહીં પગ મુક્યો તો….’

બોલીવુડનાકિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન મુશ્કેલીમાં મુકાયો છે. શાહરૂખને ધમકી મળી રહી છે. એક સંગઠને તેને ધમકી આપી છે.ભુવનેશ્વરના સ્થાનિક સંગઠન કલિંગા સેનાએ રાજ્યમાં શાહરૂખ ખાનના આગમનનો વિરોધ કર્યોછે અને તેના ઉપર શાહી ફેંકવાની અને કાળા ઝંડા ફરકાવવાની ધમકી આપી છે.

આ ધમકી બાદ 2018 મેન્સ હોકી વર્લ્ડ કપમાં સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે 27 નવેમ્બરે ઓડિશામાં થનારા મેન્સ હોકી વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન આવે તેની સામે આ સંગઠનને ભારે વિરોધ છે.

શું છે સમગ્રમામલો


આ સમગ્ર વિવાદ શાહરૂખ ખાનનીવર્ષો પહેલા આવેલી ફિલ્મ અશોકા સંલગ્ન છે. આ ફિલ્મ 2001માં આવી હતી. શાહરૂખ ખાન પર આરોપ છેકે આ ફિલ્મમાં ઓડિશાના લોકોને અપમાનિત કરવામાં આવ્યાં હતાં. કલિંગા સેનાના પ્રમુકહેમંત રથે એક્ટર પાસે માફીની માગણી કરી છે. એટલું જ નહીં તેમણે પહેલી નવેમ્બરે આમામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે શાહરૂખ ખાને ઓરિસ્સાના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. શાહરૂખે કલિંગ યુદ્ધને ખોટી રીતે દર્શાવ્યું છે. કલિંગ સેનાના જનરલ સેક્રેટરી નિહાર પાણીએ કહ્યું કે અમે શાહરૂખ ખાનના ચહેરા પર શાહી ફેંકવાની વ્યવસ્થા કરી લીધી છે. એરપોર્ટથી સ્ટેડિયમ સુધી તેમને કાળા વાવટા બતાવવામાં આવશે. અમારા કાર્યકર્તાઓ આખા રસ્તે હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે કિંગ ખાન અને કરીનાકપૂર અભિનિત અશોકા ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. વિરોધ પ્રદર્શનના કારણે આ ફિલ્મ રાજ્યનાથિયેટરોમાં 7 દિવસથીવધુ ચાલી શકી નહતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter