GSTV
Home » News » પત્રકાર પર ભડક્યો શાહરૂખ, કહ્યું- મારી દિકરી શ્યામ વર્ણની છે પરંતુ….

પત્રકાર પર ભડક્યો શાહરૂખ, કહ્યું- મારી દિકરી શ્યામ વર્ણની છે પરંતુ….

દરેક પિતા માટે તેની દીકરી કોઇ રાજકુમારીથી ઉતરતી નથી હોતી, આવું જ કંઇક બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનું પણ માનવું છે. હાલમાં જ કોલકતા ફિલ્મ ફેસ્ટીવલના ઉદઘાટન પર પહોંચેલા શાહરુખ ખાને પોતાની દીકરીને લઇને વાત બોલી. હકીકતમાં આ દરમ્યાન એક જર્નાલીસ્ટએ તેને તેની ફેયરનેસ ક્રીમની એડ પર થયેલા હોબાળા વિશે સવાલ કર્યો હતો કે જેના પર શાહરુખ ખાન બગડતા નજરે ચડયો હતો અને તેના પર મોટી વાત કહી નાખી.

શાહુરખે જર્નાલીસ્ટના સવાલ પર કહયું કે તે પોતાના ફોલોઅર્સ પ્રતિ કયારેય પણ બેઇમાન બનવાની કોશિષ નથી કરતો અને ના જ કયારેય કોઇ શખ્સને તેના લુકના આધારે જજ કરું છું. શાહરુખે આગળ જણાવ્યુ કે જો કોઇક લોકોએ હજુ સુધી લાગે છે કે તેના પ્રતિ ઇમાનદાર નથી તો મારો વિશ્ર્વાસ કરો, કેમ કે જેવો છું તેવું જ કરવાની કોશિષ કરું છું, હું એક સારો, લાંબો અને સ્માર્ટી લુકવાળો વ્યકિત છું, ના જ મને સારો ડાન્સ આવડે છે અને ના મારા વાળ સારા છે ના હું એવી એકટીંગ સ્કુલથી આવ્યો છું જયાં આ બધું શીખડાવવામાં આવે છે તો કેવી રીતે મારામાં આ બધા ગુણ આવી શકે છે.

શાહરુખે પોતાની વાત આગળ વધારતા કહયુ કે, કેમ કે મારી પત્ની અને બાળકો પણ સાધારણ લોકોની જેમ છે તો તેને હું ગાળો આપીશ જો તે બીજા લોકોને આ બધી વસ્તુથી જજ કરશે, હું એક નિમ્ન અને મધ્યમ વર્ગનો છું આ માટે મને આ બધી વસ્તુ નથી, પરંતુ જુઓ મારી પાસે હવે સ્ટારડમ છે અને સારો પણ દેખાવ છું, હું પોસ્ટર બોય પણ છું, શું મજાક છે આ બધું ? હું તમને જણાવી દઉં કે હું મારા રૂમમાં ચેરિલ લેડ અને કિલંટ ઇસ્ટવુડની ફોટો લગાવ્યા કરતો હતો, પરંતુ મે કયારેય પણ વિચાર્યું ન હતું કે હું તેના જેવો બની જાઉ કેમ કે આ ગુણ મારી જિંદગી સાથે કયારેય જોડાયા નથી.

આ પછી શાહરુખ ખાને પોતાની લાડલી દીકરી સુહાના ખાનને લઇને વાત કહી, તેમણે કહયું કે હું પુરી ઇમાનદારી સાથે કહીશ કે હા મારી દીકરી શામળી જરૂર છે પરંતુ દુનિયાની સૌથી ખુબસુરત યુવતી છે અને કોઇપણ મને એ નહી જણાવી શકે.

Related posts

કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓની મઝામાં વધારો, મુખ્યપ્રધાને એ વસ્તુનું ઉદ્ધાટન કર્યું જે દુનિયાભરમાં લોકપ્રિય છે

Dharika Jansari

યુએનમાં ભારતના આ પ્રતિનિધિએ પાકિસ્તાનના એક બાદ એક એમ તમામ પત્રકારોની બોલતી બંધ કરી દીધી

Arohi

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!