GSTV
Gujarat Government Advertisement

શાહરૂખે આ એક્ટ્રેસ સાથે કામ ના કરવાની આમીરને આપી હતી સલાહ, પણ પોતે જ…

શાહરૂખ

Last Updated on June 23, 2020 by Bansari

બોલિવૂડમાં શાહરુખ ખાન અને કાજોલની જોડી ખૂબ લોકપ્રિય છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને પણ પસંદ છે. શાહરુખ અને કાજોલે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, બાજીગર, દિલવાલે જેવી હિટ ફિલ્મો આપી છે. એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં શાહરુખે કબૂલ્યું હતું કે કાજોલ સાથે કામ નહીં કરવાની તેણે આમિર ખાનની સલાહ આપી હતી.

તેની સાથે તું કામ નહી કરી શકે

દિલવાલે ફિલ્મ દરમિયાન આપેલી મુલાકાતમાં શાહરુખે જણાવ્યું હતું કે બાજીગરના શૂટિંગ વખતે તે કાજોલને પસંદ કરતો ન હતો. દિલવાલે માટે હું કાજોલ સાથે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આમિરે મને પૂછ્યું હતું કે કાજોલ સાથે કામ કરી શકાય કેમ કે તે કાજોલ સાથે કામ કરવા માગતો હતો. મેં કહ્યું હતું કે કાજોલ યોગ્ય નથી. કામ પર તેનું ફોકસ નથી. તું તેની સાથે કામ કરી શકીશ નહીં.

શાહરુખને અફસોસ થયો હતો

જોકે કાજોલનું ટેલેન્ટ જોયા બાદ શાહરુખ ખાનને અફસોસ થયો હતો અને તેણે આમિર ખાન સમક્ષ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે મેં સ્પષ્ટતા કરવા માટે આમિરને ફોન કર્યો હતો. મેં તેને કહ્યું હતું કે મને ખબર ન હતી કે કાજોલ સ્ક્રીન પર જાદૂ પાથરી દે છે. રસપ્રદ બાબત તો એ છે કે શાહરુખ અત્યારે એમ ઇચ્છે છે કે તેની પુત્રી સુહાના ખાન પણ કાજોલ પાસેથી જ એક્ટિંગ શીખે. કાજોલ ઇમાનદાર એક્ટ્રેસ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!