GSTV
Home » News » VIDEO: કેકેઆરના વિજય બાદ શાહરૂખે કર્યુ Tweet, ખેલાડીઓને અભિનંદન આપ્યા

VIDEO: કેકેઆરના વિજય બાદ શાહરૂખે કર્યુ Tweet, ખેલાડીઓને અભિનંદન આપ્યા

IPL 2018ના નોંધપાત્ર મુકાબલામાં ઈડન ગાર્ડન મેદાન પર કોલકત્તા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રૉયલ્સને 25 રનોથી હરાવ્યું અને શાનદાર વિજય પ્રાપ્ત કરી હતી.

આ સાથે કેકેઆરએ બીજા ક્વોલિફાયરમાં સ્થાન બનાવી લીધુ છે, જ્યાં તેઓ ફાઈનલમાં જગ્યા બનાવવા માટે હૈદ્રાબાદનો સામનો કરશે. જ્યારે રાજસ્થાન રૉયલ્સનો ટુર્નામન્ટમાં સફર પૂર્ણ થયો. કોલકત્તાના વિજય વચ્ચે બૉલીવુડ સુપરસ્ટાર અને કોલકત્તા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન તો સ્ટેડિયમમાં હાજર હતા નહીં, પરંતુ તેમણે ખાસ અંદાજમાં ટીમને શુભેચ્છા આપી.

શાહરૂખ ખાને બુધવારે રાત્રે કોલકત્તા નાઈટ રાઈડર્સની શાનદાર જીતની શુભેચ્છા આપતો સંદેશ ટ્વિટ કર્યો. તેમણે લખ્યું, ‘કેકેઆરના શાનદાર ખેલાડીઓ સાથે વાતચીત ના કરી શકવાનો અફસોસ છે. શૂટ માટે તૈયાર થઇ રહ્યો હતો. એટલે ફૂવારા વચ્ચેથી મારો પ્રેમ મોકલી રહ્યો છે. WOW કેકેઆર, તમારી પર ગર્વ છે.’

આ મેચમાં રાજસ્થાન રૉયલ્સે ટૉસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતાં કોલકત્તાના દિનેશ કાર્તિક (52) અને આંદ્રે રસેલ અણનમ રહીં 49 રન નોંધાવી 170 રનોનો પડકાર આપ્યો હતો. તો પ્રત્યુત્તરમાં મેદાનમાં ઉતરેલી રાજસ્થાન ટીમની પ્રારંભમાં સારી શરૂઆત રહીં હતી, પરંતુ બાદમાં તેમની રમત કાચબા જેવી થઇ હતી. પરીણામે 20 ઓવરમાં 144 રન જ બનાવી શક્યા હતાં અને 25 રનથી મેચમાં પરાજય મેળવ્યો હતો.

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!