GSTV
Home » News » શાહરૂખે સિખવાડ્યા પોપ સ્ટાર દુઆને બોલિવૂડ સ્ટેપ્સ, શેર કરી ફોટો

શાહરૂખે સિખવાડ્યા પોપ સ્ટાર દુઆને બોલિવૂડ સ્ટેપ્સ, શેર કરી ફોટો

મુંબઈમાં ઈન્ટરનેશનલ પોપ સ્ટાર કેટી પેરી અને દુઆ લિપાના કોન્સર્ટની ચર્ચાઓ જોરો પર છે. કેટી પેરી બોલિવૂડની કેટલીંય હસ્તીઓ સાથે કરણ જૌહરની ગ્રેંડ પાર્ટીમાં મુલાકાત કરી ચુકી છે ત્યાં જ દુઆ શાહરૂખની સાથે નજરે આવી. શાહરૂખે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરી છે. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું તે મારી તરફથી આજ રાતના કોનસર્ટ માટે તેમને મારો ખૂબ પ્રેમ. દુઆ જો તમે કરી શકો છો તે તમે તે સ્ટેપ્સ કરવાની કોશિશ કરશો જે મેં તમને સિખવાડ્યા છે.

મહત્તવનું છે કે કેટી પેરી માટે આયોજિત કરવામાં આવેલી ગ્રાંડ પાર્ટીમાં શાહરૂખ નજરો નથી આવ્યો જો કે ગુરૂવારે સાંજે થયેલી આ પાર્ટીમાં કેટી પેરીનું સ્વાગત કરવા માટે ગૌરી ખાન, કિયારા અડવાણી, અનુષ્કા શર્મા, અનન્યા પાંડે, કરિશ્મા કપૂર સાથે તેલુગૂ સુપર સ્ટાર વિજય દેવરાકોંડા, આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર પણ હાજર હતો. આ દરેક સિવાય કેટલીંક હસ્તીઓ કરણ જોહરના ઘરે પહોંચી હતી.

વર્કફ્રંટની વાત કરીએ તો શાહરૂખે જીરો ફ્લોપ થયા પછી કોઈ પણ ફિલ્મની ઘોષણા નથી કરી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મ બ્રહ્રાસ્ત્રમાં નાનો રોલ નિભાવી શકો છો. રિપોર્ટ્સ પ્રમાણે શાહરૂખ ખાનનો રોલ રણબીર કપૂરના રોલ શિવા સાથે જોડાયેલો હશે જે પોતાના હાથથી આગ છોડે છે. જણાવી દઈએ કે મલ્ટીસ્ટાર ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે પરંતુ ફિલ્મમાં VFX બેસ્ડ કામ એટલુ વધુ હોય છે કે મેકર્સને તેની રિલીઝ ડેટ આગળ સરકાવી પડી હતી.

READ ALSO

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!