શાહરૂખ ખાને સોશ્યલ મીડિયા પર શેર કર્યો રોમાંચક વીડિયો, પછી શું થયું?

કિંગખાનનાં હુલામણા નામથી વિખ્યાત ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન આજકાલ ફિલ્મો માં દેખાતા નથી. પરંતુ તેઓ આજરાલ હવા-ફરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કિંગ ખાને પોતાનાં મનપસંદ શહેર દુબઇમાં એક મિસ્ટ્રી વુમન સાથે મુલાકાત કર્યા પછી વીડિયો દ્વારા એક રોમાંચક અનુભવ શેર કર્યો છે.

શાહરૂખે શેર કર્યો વીડિયો

શાહરૂખ ખાને પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયો માં તે સૌક મદિનાતની આજુબાજુ ફરી રહ્યા છે. આ દરમિયાન તેમની મુલાકાત એક મહિલા સાથે થાય છે. જે મહિલા શાહરૂખને એક બંધ બોક્સ આપે છે. બોક્સ મળ્યા પછી તે શહેરનાં છુપાયેલા રત્નોની શોધ કરવા માટે નિકળી પડે છે. વીડિયોમાં શાહરૂખ ખાન કહે છે કે, હું સૌક મદિનાતમાં મજા માણી રહ્યો છું. એક મહિલા મારી પાસે આવીને કહ્યું કે હદિયા મતલબ દુબઈ,ઇફ્તાશિફહા. તેમણે વીડિયોમાં શીર્ષક આપ્યું છે કે, દુબઈમાં રોમાંચ સાથે રજાઓ માણી. મારી સાથે સામેલ થાવ કેમ કે હું મનપસંદ શહેરમાં પર ત ફરી રહ્યો છું. જો કે આ વખતે એક રોમાંચત તલાશ છે.

“બી માય ગેસ્ટ” અભિયાનનો હિસ્સો છે વીડિયો

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો દુબઈ પ્રવાસન વિભાગનાં બીમાઈગેસ્ટ કેમ્પેઇન નો એક ભાગ છે. જેનો હેતૂ લોકોને દુબઈનાં પ્રવાસન પ્રત્યે આકર્ષિત કરવાનો છે. જેમાં મિત્રો અને પરિવારજનો સાથે દુબઈની યાત્રા માટે અનેક રોમાંચક વાતો શેર કરવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter