આ છે અસલી બઉઆ સિંહ, જાણો શાહરૂખ ખાનની ફિલ્મ ‘ZERO’ કોના પર છે આધારિત

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો ટૂંક સમયમાં રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મથી શાહરૂખ ખાન સાથે તેમના ફેન્સને પણ ઘણી આશાઓ છે. તેવામાં શાહરૂખ ખાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને એક રેડિયો સ્ટેશનને આપેલા ઇન્ટરવ્યુમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.

તેમણે જણાવ્યું કે, તેમની અપકમિંગ ફિલ્મ ઝીરોમાં તેઓ જે પાત્ર નિભાવી રહ્યા છે તે કિરદાર રેડ એફએમના આર જે રોનક (બઉઆ) પર બેઝ્ડ છે એટલે કે તેમને આ નટખટ પાત્રનો આઇડિયા તેના પરથી જ મળ્યો છે.

જણાવી દઇએ કે રેડ એફએમ પર એક શૉ આવે છે જેમાં એક બઉઆ નામનો યુવક લોકોને ફોન કરીને પરેશાન કરે છે.


આ શૉ ખૂબ જ મશહૂર અને હિટ રહ્યો છે. આ જ કારણે શાહરૂખને આવું નટખટ પાત્ર ભજવવાની સલાહ મળી.

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો વર્ષ 2018માં ક્રિસમસ વીક પર રીલિઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાનના બર્થડે પર ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું. હવે ફિલ્મનું નવું ગીત રીલિઝ થયું છે.

સોન્ગનું નામ હુસ્ન પરચમ છે અને તે એક આઈટમ સોન્ગ છે. આમિક ખાનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન બાદ એક વખત ફરી દર્શકોને કેટરીના કેફનો બોલ્ડ અંદાજ જોવા મળશે. અલગ અલગ કોસ્ટ્યુમાં કરવામાં આવેલા આ સોન્ગમાં કેટરીનાને ગ્લેમરસ લુકમાં જોવિ દર્શકોને ખૂબ પસંદ આવશે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન બઉઆ સિંહ નામના એક ઠીંગણાનું પાત્ર ભજવી રહ્યો છે. શાહરૂખે ટ્વિટર પર ફિલ્મના નવા સોન્ગને શેર કર્યુ છે.

શાહરૂખ ખાને વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- ‘દીવાનો કી યે ભીડ અબના હોગી કમ, આ ગઈ હૈ બબિતા કુમારી, લહેરાને હુસ્ન પરચમ. સાલ કા સબસે સિઝલિંગ ગાના આ ચુકા હૈ. સોન્ગને ભૂમી ત્રિવેદી અને રાજા કુમારીએ પોતાનો અવાજ આપ્યો છે. આના લિરિક્સ કામિલે લખ્યા છે અને સંગીત અજય- અતુલની જોડીએ આપ્યું છે.’

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter