શાહરૂખ ખાને પાકિસ્તાનને દાનમાં આપ્યાં 45 કરોડ, સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ ખબર

બોલીવુડના કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનને મોટાભાગે ધર્મના નામે ટ્રોલ કરવામાં આવે છે. શાહરૂખની દરેક વાતો વાયરલ થતી હોય છે અને તેમાં પણ ઘણીવાર કંઇક એવું બની જાય છે જેના કારણે શાહરૂખને સોશિયલ મીડિયા પર ખરીખોટી સંભળાવવામાં આવે છે.

તાજેતરમાં જ શાહરૂખ ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખે પાકિસ્તાનના ગેસ ટ્રેજેડી પીડિતોને 45 કરોડ રૂપિયા દાનમાં આપ્યાં છે.

એક તરફ દેશભરમાં પુલવામા એટેક બાદ શોકનો માહોલ છે અને બીજી બાજુ શાહરૂખને લઇને આવી ખબર સામે આવી છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ન્યૂઝ ફેક છે. જેવી આ ખબર સામે આવી તેવી જ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાવા લાગી.

જો કે શાહરૂખના ફેન્સ તરત જ તેના બચાવમાં ઉતરી પડ્યા. તેમણે શાહરૂખ માટે આવી અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યાં. ફેન્સે જણાવ્યું કે શાહરૂખે ભારત દેશને ફક્ત ગૌરવાન્વિત કર્યો છે. તેમણે StopFakeNewsAgainstSRK નામના હેશટેગ શરૂ કર્યા. અહીં જુઓ કે શાહરૂખની આ ખબર પર લોકોને કેવા રિએક્શન આવી રહ્યા છે.

જણાવી દઇએ કે આવું પહેલીવાર નથી બન્યું જ્યારે શાહરૂખ આવી ખબરોને લઇને ચર્ચામાં આવ્યો હોય અથવા તો તેની દેશભક્તિ પર સવાલ ઉઠ્યાં હોય. પહેલાં પણ ઘણીવાર અલગ-અલગ લોકો, સંગઠનો,નેતાઓએ તેના ધર્મ અને દેશ પ્રત્યે તેના પ્રેમ તથા નિષ્ઠા પર સવાલ ઉઠાવ્યાં છે.

આ ઉપરાંત, શાહિદ, સીટીલાઇટ્સ જેવી ફિલ્મો બનાવી ચુકેલા ફિલ્મ મેકર હંસલ મહેતા પણ શાહરૂખના સમર્થનમાં આવ્યાં છે. તેમણે ટ્વિટર પર શાહરૂખનો બચાવ કર્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter