GSTV
Home » News » ગ્રેજ્યુએટ થઈ ગઈ શાહરૂખ ખાનની પુત્રી સુહાના, કોલેજમાંથી મળ્યો આ ખાસ એવોર્ડ

ગ્રેજ્યુએટ થઈ ગઈ શાહરૂખ ખાનની પુત્રી સુહાના, કોલેજમાંથી મળ્યો આ ખાસ એવોર્ડ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ચર્ચામાં રહ્યા કરે છે. ક્યારેક તે ગ્લેમરસ ફોટાના કારણે તો ક્યારેક બોલિવૂડમાં ડેબ્યૂને લઈને. તેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા કરે છે. તેની મમ્મી સાથે સારી બોન્ડિંગ છે. ગોરી ખાન હંમેશાં સુહાના સાથે ફોટો શેર કરે છે.

તાજેતરમાં જ ગૌરીએ આ વાતની જાણકારી આપી છે કે તેની દીકરી સુહાના હવે ઓફિશ્યલી ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. એટલું જ નહીં કોલેજ તરફથી તેને સમ્માનિત પણ કરવામાં આવી છે. સુહાનાએ લંડનમાં Ardingly Collegeથી તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આ મોકા પર ગૌરી અને સુહાનાએ કોલેજમાં સાથે લંચ કર્યું હતું.

View this post on Instagram

Lunch at Ardingly.. Graduation

A post shared by Gauri Khan (@gaurikhan) on

ગૌરીએ ટ્વિટર પર સુહાનાનો લંચ સમયનો ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે, લંટ એટ Ardingly. એટલુ જ નહીં ગ્રેજ્યુએટ પૂરું થવાની સાથે-સાથે સુહાનાએ કોલેજમાં કલ્ચરલ એક્ટિવિટીઝમાં તેનું સારું યોગદાન રહ્યું છે તો તેના માટે સમ્માનિત કરવામાં આવી છે.

ગૌરીએ બીજા ટ્વિટર પર સુહાનાની કોલેજનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એવોર્ડ લેતી જોવા મળે છે. ડ્રામા માટે કોલેજમાંથી એવોર્ડ મેળવીને તેના હોસલા વધુ મજબૂત બની જશે. સુહાનાના બોલિવૂડ ડેબ્યૂ પર છેલ્લા કેટલાક સમયથી બહુ ચર્ચા ચાલી રહી છે.

શાહરૂખને આ વિષય પર પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, સુહાના પહેલા એક્ટિંગની તાલીમ લેશે ત્યાર બાદ બોલિવૂડમાં ડગ માંડશે. સુહાનાની સ્કિલ અને સ્ટેજ પરર્ફોમન્સ જોઈને લાગી રહ્યું છે કે એ દિવસ દૂર નથી જયારે સુહાના સિલ્વર સ્ક્રીન પર અભિનય કરતી જોવા મળશે.

Read Also

Related posts

હમ નહીં સુધરેંગે : અમદાવાદ કોર્પોરેશનની લાલીયાવાડી ફરી આવી સામે

Nilesh Jethva

નવા પાકિસ્તાનના સપનાં દેખાડનાર ઇમરાન ખાને એક વર્ષમાં જ આપી ગરીબી અને મોંઘવારી

Path Shah

જ્યારે શાહરૂખને ગુપ્તચર એજન્સીનો ફોન આવ્યો અને તે પ્રોડ્યુસરનો ફોન સમજી બેઠો, પછી….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!