બોલીવુડના બાદશાહ શાહરૂખના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 26 વર્ષ, લખી ભાવુક પોસ્ટ

બોલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાને બોલીવુડમાં 26 વર્ષ પૂરા કર્યા છે. આ અવસરે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ભાવુક પોસ્ટ લખી છે. નાના પડદે કામ કર્યા બાદ શાહરૂખે બોલીવુડમાં 1992માં ફિલ્મ દિવાનાથી એન્ટ્રી કરી હતી. 25 જૂન 1992ના રોજ દિવાના ફિલ્મ રિલિઝ થઇ હતી.

શાહરૂખે ટ્વિટ કર્યુ કે, કાલે બીજાનું પાત્ર ભજવતાં જીવનનો અડધો સમય પૂરો થઇ જશે. પ્રેમ, ખુશી, દુખ, ડાન્સ, પડવું અને ઉઠવું દેખાડતાં. આશા રાખું છું કે મે તમારા હ્રદયના નાનકડા ખૂણામાં સ્થાન મેળવ્યું હશે અને આશા રાખું છું કે આજીવન આવું કરતો રહું….’રોશની મેરી બહુત દૂર તક જાયેગી પર શર્ત યહ હૈ કી સલીખે સે જલાઓ મુજકો’

ઉલ્લેખનીય છે કે 26 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં શાહરૂખ ખાને શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. જેમાં દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, ડર, બાઝીગર, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, માય નેમ ઇઝ ખાન, વીર ઝારા જેવી અનેક ફિલ્મો છે. જો કે પાછલાં કેટલાંક સમયથી તેનું ફિલ્મી કરિયર થોડું ડામાડોળ થઇ ગયું છે. તેની ફેન, રઇસ અને જબ હૈરી મેટ સેજલ જેવી ફિલ્મો દર્શકોને પસંદ આવી નથી.

શાહરૂખ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ઝીરોમાં વ્યસ્ત છે. શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું પહેલુ ટીઝર જાન્યુઆરીમાં રિલિઝ કરવામાં આવ્યું હતુ.  ટીઝર રિલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયુ હતું. હવે આ ફિલ્મનું બીજુ ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે. જે શાહરૂખના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. હવે આ ફિલ્મની રિલિઝને લઇને દર્શકોમાં આતુરતા જોવા મળી રહી છે. આ ટીઝરમાં શાહરૂખની સાથે દબંગખાન સલમાન ખાન પણ જોવા મળી રહ્યાં છે. ટીઝર જોયા બાદ દર્શકોમાં ફિલ્મને લઇને ઉત્સુકતા વધી રહી છે.

શાહરૂખ કાને ઇદની શુભેચ્છા પાઠવતા ટીઝર રિલિઝ કર્યુ હતુ. કિંગ ખાને ટ્વિટ કર્યુ હતું કે ‘યે લો,  યે લો…..આનંદ એલ રૉય તરફસે ઇસ બાર ઇદ કા મીઠા બહુત તેઝ હૈ. તો મેરે ઓર મેરે ઝીરો કી ટીમ કી તરફ સે ઇદ મુબારક’

ઉલ્લેનીય છે કે શાહરૂખ સાથે આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ જોવા મળશે. આ ત્રણેય પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter