‘તૈયાર રહેજો, બદલો લેવા આવી રહ્યો છું’ કિંગ ખાને Big Bને ખુલ્લેઆમ આપી ચેતવણી

ગત વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ઝીરોએ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને નિરાશ કર્યા. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ ન કરી શકી. જો કે આ ફિલ્મ બાદ હવે ચર્ચા થઇ રહી છે કે ટૂંક સમયમાં શાહરૂખ ‘ડૉન’ના ત્રીજા પાર્ટમાં જોવા મળશે. તેવામાં શાહરૂખે એવું કંઇક કહ્યું છે કે અમિતાભ બચ્ચન નારાજ થઇ શકે છે.

શાહરૂખ ખાનનો સમય હાલ ખરાબ ચાલી રહ્યો છે. તેની તાજેતર આવેલી એકપણ ફિલ્મ કંઇ કમાલ કરી શકી નથી. તેમ છતાં તે સતત પ્રયાસ કરી રહ્યો છે. તાજેતરમાં જ આવેલી ફિલ્મ ઝીરો ખરાબ રીતે પીટાઇ ગઇ. તેમ છતાં સતત તેવી ખબરો મળી રહી છે કે શાહરૂખ ટૂંક સમયમાં ડૉન-3નું શુટિંગ શરૂ કરશે.

તેવામાં શાહરૂખે એક એવી ટ્વિટ કરી છે જેનાથી તેના સંકેત મળી રહ્યાં છે કે આ ખબર સાચી હોઇ શકે છે. શાહરૂખે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, હું બદલો લેવા આવી રહ્યો છું સાહેબ, તૈયાર રહેજો.

બિગ બીએ પણ શાહરૂખને તરત જ જવાબ આપતાં ટ્વિટ કર્યુ કે, અરે ભાઇ શાહરૂખ, બદલો લેવાનો ટાઇમ તો જતો રહ્યો…હવે તો તમને બદલો આપવાનો ટાઇમ છે….

અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું કે દરેક વખતે બદલો લેવો યોગ્ય ન ગણાય પરંતુ દરેક વખતે માફ કરી દેવું પણ યોગ્ય નથી. હકીકતમાં બંને સ્ટાર્સ પોતાની ફિલ્મના આવનારા ટ્રેલરનું અલગ અંદાજમાં પ્રમોશન કરી રહ્યાં છે.

જણાવી દઇ કે 2016માં આવેલી ફિલ્મ પિન્ક બાદ ફરી એકવાર તાપસી પન્નૂ અને અમિતાભ બચ્ચન મોટા પડદે ફિલ્મ બદલા લઇને આવી રહ્યાં છે. તેનું ટ્રેલર આવતી કાલે રીલીઝ થવા જઇ રહ્યું છે. અને તેના માટે જ આ બંને સ્ટાર્સે ટ્વિટર વૉર શરૂ કરી દીધી હતી.

શાહરૂખના આ ટ્વીટ કરવા પાછળનું કારણ એવું લાગી રહ્યું હતું  કે શાહરૂખ ઇશારામાં જ ડૉન-3 વિશે જણાવી રહ્યાં છે. જો કે થોડા દિવસ પહેલાં તેવા પણ અહેવાલ મળ્યાં હતાં કે ફરહાન અખ્તરે આ ફિલ્મની ખબરોને અફવા ગણાવી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter