GSTV
Home » News » સલમાન-શાહરૂખના ફેન્સ માટે ખુશખબર, 16 વર્ષ બાદ બંને ખાન્સ શૅર કરશે સ્ક્રીન

સલમાન-શાહરૂખના ફેન્સ માટે ખુશખબર, 16 વર્ષ બાદ બંને ખાન્સ શૅર કરશે સ્ક્રીન

લોકપ્રિય ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીનીઆગામી ફિલ્મમાં મોટે ભાગે બે સુપર સ્ટાર સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે જોવા મળશેએેવી વાતો બોલિવૂડમાં વહેતી થઇ હતી. હાલ ભણસાલી આ બંને સાથે વાટાઘાટ કરી રહ્યાહોવાનું કહેવાય છે. જો કે ત્રણે જણ મિડિયા સમક્ષ હાલ કશું બોલવા તૈયાર નથી.

આ માહિતી આપનારા સૂત્રે કહ્યું કે ૧૯૯૧માં આવેલી સુભાષ ઘાઇની સૌદાગર ફિલ્મમાં જે રીતે દિલીપ કુમાર અને રાજ કુમાર દોસ્ત મટીને દુશ્મન બની ગયા હતા એવીજ એક સામાજિક સ્ટોરી લઇને ભણસાલી આ બંને કલાકારોને ચમકાવવાની યોજના તૈયાર કરી રહ્યા હતા. શાહરુખ અને સલમાન બંને દોસ્તો પણ સાથે ફિલ્મ કરવા તૈયાર છે અને ભણસાલી એ વાતનું ધ્યાન રાખશે કે બંનેને સરખું ફૂટેજ મળે જેથી અહંક્લેશ થવાની શક્યતા સર્જાય નહીં.

 અત્યાર અગાઉ આ બંનેએ કરણ અર્જુન ફિલ્મમાં પેરેલલ રોલ કર્યો હતો અને એ ફિલ્મ હિટ નીવડી હતી . એમાં આ બંને કલાકારો ઉપરાંત રાખી અને અમરીશ પુરીએ મહત્ત્વના રોલ ભજવ્યા હતા. એમ તો આ બંનેએ કુછ કુછ હોતા હૈ અને હમ તુમ્હારે હૈં સનમ ફિલ્મો પણ સાથે કરી હતી. હાલ ભણસાલી પોતાની સ્ક્રીપ્ટને આખરી સ્વરૃપ આપી રહ્યા છે અને એમાં આઠથી નવ મહિના લાગી જવાની શક્યતા હોવાનું તેમના પ્રવક્તાએ કહ્યુ હતું .

Related posts

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur

30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

Bansari

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!