GSTV

રથયાત્રા સમય કરતાં મોડી ચાલી, જ્યારે શાહપુર અને દરિયાપુરમાં પોલીસની ચિંતાને કરી હતી દૂર

Last Updated on July 5, 2019 by

ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રામાં આ વર્ષે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા. જેના કારણે રથયાત્રા નિર્ધારીત સમય કરતાં ત્રણ કલાકથી વધુ મોડી ચાલતી હતી. તેમાંયે ખાસ કરીને દરિયાપુર અને શાહપુરમાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.

જો કે મુસ્લિમ આગેવાનોએ સ્વયંમ સેવકની ભૂમિકા નિભાવીને રથયાત્રા સમયસર પહોંચાડવા પોલીસ સાથે ખભે ખભા મિલાવીને કામગીરી કરી હતી. એટલું જ નહી કોમી એકતા જિંદાબાદના નારા લગાવીને મંદિરના મહંત અને ત્રણેય રથોનું સ્વાગત કરીને શાંતિના દૂત કબૂતર ઉડાડયા હતા.

અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી આજે સવારે ૭ વાગે જય રણછોડ માખણ ચોરના નારા સાથે ૧૪૨ની રથયાત્રાના પ્રારંભ થયો હતો. આ વખતની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પરિવાર સાથે ઉમટી પડયા હતા. જેના કારણે રાયપુર, કાલુપુર અને સરસપુરમાં સમય કરતાં મોડી રથયાત્રા પહોંચી હતી.

પ્રેમ દરવાજા ખાતે બપોરે ૨.૩૦ કલાકના બદલે ચાર કલાક રથયાત્રા આવી હતી જેના કારણે પોલીસ પણ ચિંતામાં મૂકાઇ ગઇ હતી. દરિયાપુર અને શાહપુરમાં રથયાત્રામાં મુવિંગ બંદોબસ્તની જવાબદારી સંભાળતી સંભાળતી ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી હતી અને શાહપુરમાં તો અખાડિયનો અને ભજન મંડળીઓને દોડવી હતી.

શાહપુર દરવાજા પાસ સાંજે ૭ વાગે પ્રથમ રથ આવ્યો હતો, જેના કારણે હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ ભેગા મળીને રથયાત્રા સમયસર પહોચડવા માટે પોલીસ સાથે સ્વયંમ સેવકની ભુમિકા ભજવીને રથો ખેચ્યા હતા. અને શાહપુર રંગીલા ચોકી પાસે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ કોમી એકતા જિંદાબાદના નારા લગાવીને મંદિરના મહંત દિલીપદાસજી તથા ત્રણેય રથોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અને કોમી એકતા વધુ મજબૂત બને તે હેતુસર શાંતિ દુત સફેદ કબૂતરો આકાશમાં ઉડાડયા હતા. દરિયાપુર અને શાહપુરમાં ટ્રકોમાં પ્રસાદ લેવા માટે મુસ્લિમ બાળકો અને મહિલાઓએ પણ પડાપડી કરી હતી. જો કે દિલ્હી દરવાજાથી રથયાત્રા શાહપુર તરફ પ્રયાણ કરતી હતી.

તે સમયે શાહપુરમાં હલીમની ખડકી પાસે મેટ્રો રેલવેની ચાલી રહેલી કામગીરીના કારણે પતરાં લગાડેલા હતા બીજીતરફ રથયાત્રા નિહાળવા અને રથયાત્રા સાથે મોટી સંખ્યામાં ભક્તો સામેલ હોવાથી ભીડના કારણે રથયાત્રા શાહપુરમાં મોડી પહોંચી હતી.

Read Also

Related posts

બાઉન્સરે પૈસા માટે અબજોપતિની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, સંબંધ બાંધવા દરમિયાન લીધો જીવ

Vishvesh Dave

વેધર વોચ ગૃપની મહત્વની ઓનલાઈન બેઠક યોજાઈ, રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

pratik shah

મેહબૂબા મુફ્તીએ કેન્દ્રની મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, અમે પાકિસ્તાની અને માત્ર ભાજપવાળા જ હિંદુસ્તાની?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!