GSTV

Bigg Boss: અડધી રાતે સિદ્ધાર્થ શુક્લાને Kiss કરવા લાગી શહેનાઝ, પછી….

બિગ બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને શહેનઆઝ ગિલનું કનેક્શન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું હતું. પરંતુ આ અઠવાડિયે બંનેની મિત્રતામાં ખટાશ આવી ગઇ છે. શહેનાઝ સિદ્ધાર્થ શુક્લા દ્વારા તેની ઉપેક્ષાથી નારાજ છે. સાથે જ સિદ્ધાર્થને લાગે છે કે શહેનાઝ બદલાઇ ગઇ છે. પરંતુ બંને હજુ પણ એકબીજાની વિરુદ્ધ નથી બોલી રહ્યાં.

બુધવારના એપિસોડમાં શહેનાઝ ગિલને બિગબૉસે સમજાવી કે સિદ્ધાર્થે હંમેશા તેનો સાથ આપ્યો છે. જે બાદ શહેનાઝ ગિલનો ગુસ્સો થોડો શાંત થયો. પછીથી આરતી સિંહ અને શેફાલી ઝરીવાલાએ શહેનાઝને સમજાવી કે તે સિદ્ધાર્થ સાથે વાત કરે.

રાતના સમયે આરતી સિંહે ફરીથી શહેનાઝને કહ્યું કે તે સિદ્ધાર્થ સાથે પેચઅપ કરી લે. તેની તબિયત સારી નથી. તે તારી વાતથી દુખી છે. તે તને ખૂબ જ પ્રેમ કરે છે. તે તારા માટે પ્રોટેક્ટિવ છે.

તે પછી શહેનાઝ ગિલે કહ્યું કે હું સિદ્ધાર્થને કિસ કરીને આવું છું. હું તેને કિસ કરીને ભાગી જઇશ. તે બાદ જે થાય છે તે ખૂબ જ મજેદાર હતું.

રાતના અંધારામાં શહેનાઝ અવાજ કર્યા વિના સિદ્ધાર્થના બેડ તરફ જાય છે. ત્યારે સિદ્ધાર્થ શુક્લા સૂતો હોય છે. શહેનાઝ સિદ્ધાર્થના હાથ પર પોતાના હાથ મુકે છે. ત્યારે સિદ્ધાર્થ ચોંકીને ઉઠી જાય છે.

સિદ્ધાર્થને ચોંકેલો જોઇને આરતી હસવા લાગે છે. સિદ્ધાર્થના અવાજથી ઘરમાં સુઇ રહેલાં અન્ય લોકોની ઉંઘ ઉડી જાય છે.તે ગભરાઇને શહેનાઝને પૂછે છે કે આ શું કરી રહી છે? તુ ઠીક છે ને?

તે પછી શહેનાઝ ગિલ સિદ્ધાર્થને સોરી કહે છે. સિદ્ધાર્થ કહે છે, શું સોરી, હું ડરી ગયો હતો. પરંતુ શું થયુ.

શહેનઆઝની આ પહેલથી શું તેના અને સિદ્ધાર્થના વણસેલા સંબંધો સુધરી જશે? તે કહેવું હાલ મુશ્કેલ છે. હવે જોવુ રહ્યું કે સિદ્ધાર્થ અને શહેનાઝના સંબંધો પહેલાં જેવા થાય છે કે નહી….

Read Also

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!