GSTV

શાહિદ કપૂરના ઘરે ફરી પારણું બંધાયું, મીરાએ આપ્યો પુત્રને જન્મ

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર ફરી એકવાર પિતા બની ગયો છે. તેની પત્ની મીરાં રાજપૂતે 5 સપ્ટેમ્બરે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યું છે. શાહિદ પહેલાંથી જ એક દિકરીના પિતા છે જેનું નામ મિશા છે.

મીરાને બુધવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીરાએ અગાઉ 26 ઓગસ્ટ 2016ના રોજ મીશાને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઇ 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર પુત્ર અને માતા બંને સ્વસ્થ છે. મીરા અને શાહિદ પોતાના બીજા સંતાનને લઇને ખૂબ જ ઉત્સાહિત હતા. મીરએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના ઘરે દિકરા કે દિકરી જેને જન્મ થાય તેનાથી તેમને કોઇ ફેર નથી પડતો. મીરાએ પોતાની દિકરીનું નામ પોતાના અને શાહિદના નામના પહેલા અક્ષર પરથી રાખ્યું છે. શાહિદ અને મીરાને બોલીવુડ તરફથી શુભકામનાઓ મળવાની શરૂઆત થઇ ગઇ છે.

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!