બૉલીવુડ સિતારાઓનો નવો ફરવાનો અડ્ડો બની ગયું છે માલદીવ. અવાર-નવાર કોઈને કોઈ હોલીડે માણાવતું દેખાય જ જાય છે. આ વચ્ચે શાહિદ કપૂર પણ પોતાના પરિવાર સાથે માલદીવ પહોંચી ગયો છે અને એમની પત્ની મીરાએ પોતાની હોટ અદાઓથી લોકોને ઘાયલ કરવાનું શરુ કરી દીધું છે.
મીરાનો બિકીની લુક

બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત આ દિવસોમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. ત્યાં જ આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ બનેલી છે. મીરા છુટ્ટી મનાવવા માલદીવ પહોંચી છે, જ્યાં એક બાજુ શાહિદ પોતાની સર્ટ લેસ ફોટોને લઇ ચર્ચામાં છે તો બીજી બાજુ મીરા રાજપૂતે બિકીની ફોટોથી બધાને હેરાન કરી દીધા છે. માલદીવમાં મીરાનો જબરદસ્ત બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.
કકરીનાથી ઇન્સ્પાયર મીરા

મીરા રાજપૂતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો અને ફોટા શેર કર્યા છે જેમાં સ્ટોરીમાં માલદીવ વેકેશનની સુંદર ઝલક આપી. જેમાં તે ક્યારેક દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળે છે તો ક્યારેક તે બિકીનીમાં સેલ્ફી લેતી જોવા મળે છે. મીરાએ પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે દરવાજાના અરીસામાં મિરર સેલ્ફી લઈ રહી છે. આ ફોટામાં એવું જોવા મળે છે કે મીરાએ બિકીની પહેરી છે પરંતુ તે સ્પષ્ટ નથી કે તેના ટુ-પીસનો રંગ શું છે. પરંતુ આ તસવીરને જોઈને સ્પષ્ટપણે કહી શકાય કે મીરા કરિના કપૂરથી ઇન્સ્પાયર થઇ ગઈ છે. થોડા દિવસો પહેલા કરીના પણ માલદીવ પહોંચી હતી અને તેણે પણ પોતાની આવી જ મિરર સેલ્ફી શેર કરી હતી.
માલદીવના ફોટા શેર કરી રહ્યા

આ સિવાય શાહિદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં તે શર્ટલેસ સેલ્ફી લઈ રહ્યો છે. એવું લાગે છે કે તેણે બીચ પર એન્જોય કરતી વખતે આ સેલ્ફી લીધી છે. મીરાએ રંગીન ટોપમાં તેના કેટલાક ફોટા પણ શેર કર્યા છે. જેમાં તે પોતાનું ટેન ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
Read Also
- ઈંગ્લેન્ડના PM ઋષિ સુનકે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ સાથે રમ્યું ક્રિકેટ, જુઓ વીડિયો
- નવરાત્રી 2023: નવરાત્રી પર તમારી રાશિ પ્રમાણે કન્યાઓને ભોજન કરાવો, તમને મળશે જગદંબના આશીર્વાદ
- માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીનની કરી અરજી, માલિની પટેલ અને કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયો છે છેતરપિંડીનો ગુનો
- આ દિગ્ગ્જ ખેલાડીઓ IPL 2023માં નહિ જોવા મળે આવું છે કારણ…
- શું જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાન કોલકાતામાં પરફોર્મ કરશે? આયોજકે જવાબ આપ્યો