GSTV

કબિર સિંહના શાહિદ કપૂર કર્યો ખુલાસો, આ ફિલ્મને પોતાના કરિયરમાંથી કરવા માગે છે બહાર

Last Updated on June 22, 2019 by

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અત્યારે સાતમા આસમાને છે. તેની ફિલ્મ કબિર સિંહ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. તેને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. શાહિદની સૌથી મોટી સોલો ઓપનર ફિલ્મ બની શકે છે.

શાહિદે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. તેણે કહે છે કે આજ સુધીનો સૌથી મુશ્કેલ રોલ હતો. કબિરસિંહના રોલમાં ફિટ બેસવા માટે શાહિદે તેના શરીરમાં ઘણા ફેરફાર કર્યા છે અને ફિટનેસ માટે ઘણું ધ્યાન રાખ્યું છે. આ ફિલ્મને જનતાનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

તાજેતરમાં જ શાહિદે તેની ફિલ્મોની વાત કરતાં જણાવ્યું કે, આખરે કઈ ફિલ્મ છે જે તેના કરિયરમાંથી બહાર કરવા માગે છે. ‘શાનદાર’ ફિલ્મને તે પોતાના કરિયરમાંથી બહાર કરવા માગે છે. એક ચેટ શોમાં બતાવ્યું કે જો શક્ય હોત તો શાનદાર ફિલ્મને પોતાના કરિયર ગ્રાફમાંથી બહાર કાઢી નાખત.

શાહિદ તેના ફેન્સનો રોજ આભાર માને છે અને કહે છે કે મૈં મારા કરિયરમાં ઘણી બેકાર ફિલ્મો કરી છે. અને સમજી શકીએ કે તે શાનદાર ફિલ્મની વાત કરી રહ્યો છે. 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાઈ ગઈ હતી. ફિલ્મમાં સના કપૂર, પિતા પંકજ કપૂર અને આલિયા ભટ્ટ હતાં. કબિર સિંહની વાત કરીએ તો તેલુગુ ફિલ્મની રિમેક છે, જેમાં તેણે એક શરાબી ડોક્ટરનો રોલ કર્યો છે. જે પ્રેમિકાને ગુમાવ્યા બાદ બરબાદીના રસ્તે નીકળે છે.

Read Also

Related posts

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel

Oscars 2022/ ‘સરદાર ઉદ્યમ સિંહ’ અને ‘શેરની’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, ભારતની કુલ 14 ફિલ્મોની પસંદગી

Damini Patel

અનન્યા પાંડેએ ડ્રગ્સનું સેવન કર્યુ હોવાનું નકાર્યુ, આર્યન ખાન સાથે વીડ લાવવા અંગે થયેલી ચેટ મામલે કર્યો આ ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!