GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

મેડમ તુસાદ પહોંચ્યો શાહિદ કપૂર, ઓળખી જ નહી શકો કોણ અસલી અને કોણ નકલી

shahid kapoor

પોતાની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’નું ટ્રેલર લૉન્ચ થયા બાદ શાહિદ કપૂર હવે સિંગાપોર પહોંચ્યો છે. મેડમ તુસાદ મ્યુઝિયમ, સિંગાપોરમાં શાહિદે આજે પોતાનાં વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરી દીધું છે. શાહિદે પોતાના વેક્સ સ્ટેચ્યુ સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેને જોઇને તે જણાવવું મુશ્કેલ છે કે કોણ અસલી છે અને કોણ નકલી. પોતાના વેક્સ સ્ટેચ્યુ સાથે તેણે એવા જ પોઝમાં તસવીરો પડાવી છે.

View this post on Instagram

#twinning

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

શાહિદે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી કે હવે તે પોતાનું વેક્સ સ્ટેચ્યુ લૉન્ચ કરવા જઇ રહ્યો છે.

અગાઉ 9 મેના રોજ શાહિદે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે 7 દિવસો બાદ વેક્સ મ્યુઝિયમ મેડમ તુસાદ સિંગાપોરમાં પોતાનું સ્ટેચ્યુ લોન્ચ કરવા જઇ રહ્યાં છે. શાહિદે તેમ પણ લખ્યું હતું કે મેડમ તુસાદમાં અનેક મહાન કલાકારો અને વિભૂતિઓના સ્ટેચ્યુ લગાવવામાં આવે તે તેના માટે ઘણી સન્માનની વાત છે. તેમણે જણાવ્યું કે તે પોતાને ભાગ્યશાળી માને છે કે તેને આ તક મળી.

શાહિદે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેનો એકદમ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

શાહિદના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તેલુગુ ફિલ્મ ‘અર્જૂન રેડ્ડી’ની હિન્દી રિમેક ‘કબીર સિંહ’ માં નજરે આવશે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી મુખ્ય ભુમિકામાં નજરે આવશે.

Read Also

Related posts

દરેક નશાની લત દૂર કરશે રસોડમાં રહેલી આ એક વસ્તુ: આજથી જ કરો સેવન, ચોક્કસ થશે ફાયદો

Bansari

કૃષ્ણ જન્મદિને નથી રોહિણી નક્ષત્ર અને અષ્ટમીનો યોગ, જાણો ક્યા દિવસે ઉજવાશે જન્માષ્ટમી અને શું કહે છે જ્યોતિષીઓ

Karan

ચીનની આ મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે 19 કિલો

Karan
Do NOT follow this link or you will be banned from the site!