GSTV
Home » News » રંગૂન ફિલ્મમાં શાહિદના કિસિંગ સીનની થઈ હતી ચર્ચા, તે સીન માટે કર્યો મોટો ખુલાસો

રંગૂન ફિલ્મમાં શાહિદના કિસિંગ સીનની થઈ હતી ચર્ચા, તે સીન માટે કર્યો મોટો ખુલાસો

વર્ષ 2017માં આવેલી ફિલ્મ રંગૂનમાં શાહિદ કપૂર અને કંગના રનોત પહેલી વાર સ્ક્રીન પર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર પીટાઈ ગઈ હતી. પરંતુ ફિલ્મમાં શાહિદ અને કંગનાના કિસિંગ સીનની ચર્ચા થઈ હતી. આ સીનમાં બંને જણા કિચડમાં પડ્યા હતા.

તાજેતરમાં જ નેહા ધૂપિયા સાથે વાતચીત દરમિયાન શાહિદ કપૂરને રંગૂન ફિલ્મના સૌથી ખરાબ સીનનું પૂછ્યું તો તેણે કહ્યું કે, આ વિચાર્યા વગરનો સવાલ પૂછ્યો છે. હકીકતમાં કેટલીક રેન્ડમ યાદો…કંઈ જ યાદ નથી આવતું. બ્લેક થઈ ગયો છું હું. જો સીન કીચડમાં હતો, તો keechad-y હતો.

જણાવીએ કે કંગના અને શાહિદના સંબંધમાં કંઈ સારા નથી. આ પહેલા પણ કંગનાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રંગૂનના સેટ પર શાહિદ સાથે એક કોટેજમાં રોકાવું ખરાબ સપનાં જેવું હતું, અને તેની સાથે કિસિંગ સીન કરવો ઘૃણાસ્પદ હતું. રંગૂનના સેટ પર શાહિદ અને કંગના જેટલા સરળ ઓન-સ્ક્રીન પર જોવા મળ્યા હતા એટલા ઓફ-સ્ક્રીન નથી જોવા મળ્યા.

બંને વચ્ચે કેટલાક સમય સુધી વર્ડ વોર પણ ચાલ્યો હતો. શાહિદના કામની વાત કરીએ તો 21 જૂને તેની કબિરસિંહ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં શાહિદે એક શરાબીની ભૂમિકા કરી છે.

Read Also

Related posts

રાજ્યમાં વરસાદ બાદ પડી રહેલી હાલાકી મામલે સીએમ રૂપાણી આપ્યા આ આદેશ

Nilesh Jethva

આ 7 નેચરલ ડોક્ટર્સની પાસે છે તમારી દરેક બીમારીનો ઈલાજ

Mansi Patel

પાકિસ્તાનને બીજો એક મોટો ઝાટકો, ટ્વિટરે ભર્યું આ મોટુ પગલું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!