GSTV
Home » News » શાહિદે ઈન્ટરવ્યૂમાં કહ્યું, બાળકોના ટ્રોલિંગ પર મીરાનું હોય છે આ રિએક્શન…

શાહિદે ઈન્ટરવ્યૂમાં કહ્યું, બાળકોના ટ્રોલિંગ પર મીરાનું હોય છે આ રિએક્શન…

શાહિદ કપૂર અત્યારે તેની આવનારી ફિલ્મ કબીર સિંહને લઈ ચર્ચામાં છે. ફિલ્મ 21જૂને રિલીઝ થશે. આ ફિલ્મમાં તે એક શરાબીની ભૂમિકા કરી છે. શાહિદ કપૂર બે બાળકોનો પિતા બની ચૂક્યો છે. તેણે નેહા ધૂપિયાના ચેટ શોમાં મિશા અને ઝેનને લઈને પણ વાત કરી હતી.

બાળકોના ટ્રોલિંગથી ઘણી વાર મીરા નિરાશ થઈ જાય છે. શોમાં નેહાએ શાહિદને પૂછ્યું કે એક બેબી બોયના પિતા બનવાથી કેવી ફીલિંગ આવે છે? તેના જવાબમાં કહ્યું કે, હું ખુશ છું, તે બહુ જ સારો લાગે છે. ત્યારબાદ નેહાએ પૂછ્યું કે, શું તે તમારા માટે મિની મી મોમેંટ જેવો છે? શાહિદે આ વાત પર કહ્યું કે, એવું નથી તે મારા કરતાં વધુ સારો દેખાય છે.

View this post on Instagram

#shadyboys

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

તેનામાં મારા અને મીરા બંનેનાં ફીચર્સ છે. કેમ કે તે છોકરો છે અને ઘણા બધા હેર સાથે જન્મ્યો છે. દરેક વિચારે છે કે તે મારી જેમ દેખાય છે. પરંતુ વાસ્તવમાં મને લાગે છે કે તેનામાં મારા કરતાં વધુ મીરાના ફીચર્સ વધુ છે. તે બંને અમારા બંનેના મિશ્રણનો એક નાનો હિસ્સો છે. તેણે કહ્યું કે, મને નથી લાગતું કે દરેકને સમજાવું પડે.

જેને પણ પુત્રી છે તે સમજશે કે મારો મતલબ શું છે? અને તે ઝેન મારો દોસ્ત છે. અત્યારે તે ભલે 8 મહિનાનો હોય, પરંતુ હું તેનો મિત્ર છું. તે દરમિયાન નેહાએ પૂછ્યું કે તમે ટ્રોલિંગનો નિરાંતે વ્યવહાર કરો છો.

ઘણી વાર લોકો તમારા ઘરે પહોંચી જાય છે, ત્યારે મીરાનું શું રિએક્ટ હોય છે? શાહિદે જણાવ્યું કે, મીરા કહે છે કે, કોઈ આવું કઈ રીતે કરી શકે છે, શું તે માણસ નથી. તે એમ નથી સમજતાં કે તે બાળકોની વાત કરી રહ્યા છે.

Read Also

Related posts

જન્માષ્ટમીમાં આ રીતે કરો કાનુડાની પૂજા, જાણો શું છે શાસ્ત્રોક્ત વિધી

Bansari

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!