GSTV

શાહિદે ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો, એક શોટ માટે આ કારણે લેવા પડ્યા હતાં 12 રીટેક

Last Updated on July 25, 2019 by

શાહિદ કપૂરની ફિલ્મ કબીરસિંહે બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મની કહાની અને એક્ટિંગ બંને દર્શકોને પસંદ આવી છે. શાહિદે 16 વર્ષ પહેલા બોલિવૂડમાં ઈશ્ક વિશ્ક ફિલ્મથી ડગ માંડ્યા હતા.

કોલેજ રોમાન્સ પર બનેલી આ ફિલ્મમાં તેણે ચોકલેટી બોયની ભૂમિકા કરી હતી. અને તેના કામને લોકોએ પસંદ કર્યું હતું. એક ઈન્ટરવ્યૂ દરમિયાન શાહિદે જણાવ્યું કે, ઈશ્ક વિશ્કના પહેલા શોર્ટ માટે તેણે રિટેક લીધા હતા.

તેને પૂછવામાં આવ્યું કે ફિલ્મ સેટ પર તેમનો પહેલો દિવસ કેવો રહ્યો હતો તેના જવાબમાં શાહિદે કહ્યું કે ફેક સચિન તેંડુલકર સાથે એક સીન શૂટ કરી રહ્યો હતો. એ પછી પૂછવામાં આવ્યું કે કેટલા રીટેક લીધા હતા, અને શું સેટ પર નર્વસ થઈ ગયા હતા?

તેના જવાબમાં કહ્યું કે, ‘ખૂબ જ નર્વસ હતો. દરરોજ નર્વસ હતો.’ મને લાગે છે કે ફર્સ્ટ શોટ માટે 11-12 રિટેક લીધા હતા. આ ફિલ્મમાં શાહિદ સાથે અમૃતા રાવ, શહનાઝ ટ્રેઝરીએ પણ કામ કર્યું હતું. શાહિદની કબીરસિંહ એક હિન્દી રિમેક છે. ફિલ્મે સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, શાહિદની એક્ટિંગના લોકો દીવાના થઈ ગયા છે.

Read Also

Related posts

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari

OMG! મેકઅપ વગર આવી ભયંકર દેખાય છે દીપિકા પાદુકોણ, લેટેસ્ટ ફોટો જોશો તો ઉડી જશે હોશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!