GSTV
Home » News » લ્યો બોલો! પ્રિયંકાના એક્સ-બૉયફ્રેન્ડને લાગે છે લાંબુ નહી ટકે તેનું લગ્નજીવન, નિકને આપી દીધી આ સલાહ

લ્યો બોલો! પ્રિયંકાના એક્સ-બૉયફ્રેન્ડને લાગે છે લાંબુ નહી ટકે તેનું લગ્નજીવન, નિકને આપી દીધી આ સલાહ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ફેરીટેલ વેડિંગને હજુ તો ગણતરીના દિવસો થયા છે તેવામાં તો એવી વાતો થવા લાગી છે કે પ્રિયંકા-નિકનું લગ્ન જીવન લાંબુ નહી ટકે…ના ના તમે કંઇ બીજુ વિચારો તે પહેલાં તમને જણાવી દઇ કે પ્રિયંકા ટોપરાનો એક્સ બૉયફ્રેન્ડ શાહિદ કપૂર પોતાના ભાઇ સાથે ટૂંક સમયમાં સૌથી ચર્ચિત ટૉક શૉ ‘કૉફી વિથ કરણ’માં નજરે પડશે.

આ શૉમાં જ્યાં મોટા મોટા ખુલાસાઓ થતાં હોય છે ત્યાં કાઉચ પર બેસીને શાહિદ કપૂરે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસને એક સલાહ આપી દીધી છે.

શાહિદની આ સલાહ પરથી લાગી રહ્યું છે કે કદાચ તેના મનમાં નિક અને પ્રિયંકાના સંબંધોને લઇને કોઇ શંકા છે. શૉમાં વાતચીત દરમિયાન જ્યારે કરણે શાહિદને પૂછ્યું કે તમે નિક જોનાસને શું સલાહ આપવા માગે છે તો તેણે કહ્યું કે, તુ ક્યારેય પીછેહઠ ન કરતો, તુ અસલી દેશીગર્લ સાથે છે.

શાહિદ અને ઇશાનની સનસનીખેજ વાતો સાથે આ એપિસોડનો પ્રોમો સોશિયલ મીડિયા પર છવાયેલો છો. હવે દર્શકો આ ફુલ એપિસોડની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

બની શકે છે કે આ એપિસોડમાં ઇશાન અને જ્હાન્વીના સંબંધો અંગે પણ કોઇ ખુલાસો થઇ જાય. પરંતુ તેની પહેલા કોઇ નવો ખુલાસો હલચલ મચાવે શાહિદે જ આ નિવેદન આપીને લાઇમલાઇટ લૂંટી લીધી છે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. તેમણે જોધપુરમાં હિન્દુ અને ક્રિશ્વન એમ બંને રીતિરિવાજો સાથે લગ્ન કર્યા.

Read Also

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!