બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર તેના લેટેસ્ટ લુકને કારણે સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મેળવી રહી છે. મીરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

અભિનયની દુનિયાથી દૂર, મીરા કપૂર ફેશનની દુનિયામાં એક અલગ બેન્ચમાર્ક સેટ કરતી જોવા મળે છે. તમામ લુક્સ બાદ હવે મીરાના નવા લુકના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

મીરાને હવે પતિ શાહિદની જેમ ઓળખની જરૂરત નથી. તેણે તેના ચાહકોના દિલમાં પોતાનું સ્થાન અને ઓળખ બનાવી છે. મીરાની ફેન ફોલોઈંગ દરરોજ લાંબી થઈ રહી છે.

મીરા કપૂરના લેટેસ્ટ લુકની વાત કરીએ તો આ વખતે મીરા બ્લેક કલરના ચમકદાર ટ્રાન્સપરન્ટ જમ્પસૂટમાં જોવા મળી રહી છે. જેને તેણે બ્લેક કોટ સાથે જોડી દીધો છે.

આ સાથે તેણે માત્ર બ્લેક કલરનો કોટ પહેર્યો છે. મીરાએ પોતાનો લુક પૂરો કરવા માટે હાથમાં બ્લેક ક્લચ લીધો છે.

તેણે એક હાથમાં ઘડિયાળ પહેરી છે. આ ફોટોઝમાં મીરાએ રેડ લિપસ્ટિક સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે અને બ્લેક હીલ્સ પહેરી છે.

તેણે પોતાના વાળનો બન બનાવ્યો છે. તસવીરો શેર કરતા મીરાએ લખ્યું, ‘પેન્ટ પહેરો પણ સેક્સી અંદાજમાં’.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો